ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણાની શ્રેણીઓ માટે ટીમની જાહેરાતઃ વિરાટ, બુમરાહનું કમબેક… કાર્તિક, જાડેજા આઉટ

મુંબઈ – ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનાર આગામી શ્રેણીઓ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આજે ભારતની ટીમ જાહેર કરી છે. ટીમમાં વિવાદાસ્પદ બેટ્સમેન કે.એલ. રાહુલનો ફરી સમાવેશ કરવામાં આવ્યો છે.

રાહુલે હાલમાં જ ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા ‘A’ ટીમ વતી સારો બેટિંગ દેખાવ કરતાં એને ફરી રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે ટીમના નવા ફિનિશર તરીકેની નામના હાંસલ કરનાર દિનેશ કાર્તિકને ટીમમાંથી બાકાત રાખવામાં આવતા આંચકો લાગ્યો છે. એવો જ આંચકો રવિન્દ્ર જાડેજાને બંને ટીમમાંથી બાકાત રખાયો તેનો છે.

ઈંગ્લેન્ડમાં 50-ઓવરોવાળી વર્લ્ડ કપ રમાય એની પૂર્વે ભારતની આ છેલ્લી સીરિઝ હશે.

ઉલ્લેખનીય છે કે, એક ટીવી રિયાલિટી ચેટ શોમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર કમેન્ટ કરવા બદલ રાહુલ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશને સસ્પેન્ડ કર્યા હતા, પણ બાદમાં એમના સસ્પેન્શનને કામચલાઉ રીતે ઉઠાવી લીધો હતો.

ઓસ્ટ્રેલિયા ટીમ ભારતમાં પહેલાં બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે. પહેલી મેચ 24 ફેબ્રુઆરીએ વિશાખાપટનમમાં અને બીજી 27 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં રમાશે.

ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ભારત પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમશે. પહેલી મેચ 2 માર્ચે હૈદરાબાદમાં, બીજી પાંચ માર્ચે નાગપુરમાં, ત્રીજી 8 માર્ચે રાંચી, ચોથી 10 માર્ચે મોહાલીમાં અને પાંચમી 13 માર્ચે દિલ્હીમાં રમાશે.

બે ટ્વેન્ટી-20 મેચો માટે 15-સભ્યોની ભારતીય ટીમ આ મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વિજય શંકર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કંડે.

પહેલી બે વન-ડે મેચ માટેની ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, રિષભ પંત, સિદ્ધાર્થ કૌલ, કે.એલ. રાહુલ.

બાકીની ત્રણ વન-ડે મેચ માટેની ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વિજય શંકર, કે.એલ. રાહુલ, રિષભ પંત.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]