જિતેગા ઈન્ડિયાઃ કાંગારું પ્રદેશ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આજે ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ ગઈ છે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ સાથે તેના પ્રવાસનો આરંભ કરશે.

બંને ટીમ વચ્ચેની પહેલી ટ્વેન્ટી-20 મેચ 21 નવેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 1.20 વાગ્યે શરૂ થશે.

ત્રણ T20I મેચોની સીરિઝ બાદ બંને ટીમ ચાર ટેસ્ટ મેચો રમશે અને પ્રવાસના અંતે ભારતીય ટીમ 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમશે.

ભારતીય ટીમ છેલ્લે 2015-16માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવી હતી. ત્યારે ભારતે T20I સીરિઝ 3-0થી જીતી હતી.

હાલ, ભારતીય ટીમ એકદમ ઝળહળતા ફોર્મમાં છે. એટલે આ વખતની સીરિઝ પણ જીતવા માટે ફેવરિટ છે.
આ વર્ષમાં ભારતીય T20I ક્રિકેટમાં સતત જીતતી રહી છે. એટલે ખૂબ આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરશે.

હાલમાં જ, આ જ મહિને ઘરઆંગણે ભારતે વેસ્ટ ઈન્ડિઝ પર T20I સીરિઝમાં 3-0થી જીત મેળવી હતી.
એ પહેલાં, ઈંગ્લેન્ડ, આયરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીઓમાં ભારતે જીત મેળવી હતી. તેમજ નિદાહાસ ટ્રોફી માટેનો શ્રેણીવિજય પણ ખરો.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જતા પૂર્વે કોહલીએ કહ્યું જ છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતના બેટ્સમેનો જોરદાર દેખાવ કરે એવી તેને આશા છે.

કોહલીએ કહ્યું કે અમારા બેટ્સમેનો આ પ્રવાસમાં સારું રમે એની પર જ અમારું ધ્યાન કેન્દ્રિત થયેલું રહેશે. બોલરો તો જોરદાર ફોર્મમાં છે જ. ઘણા વખત પછી આપણને ઉત્તમ બોલિંગ આક્રમણ મળ્યું છે. એટલે જ એવી આશા છે કે

દરેક મેચમાં આપણે ઓસ્ટ્રેલિયાને બંને વખત ઓલઆઉટ કરી શકીશું.

ત્રણ ટ્વેન્ટી-20 મેચ 21 નવેમ્બરે બ્રિસ્બેન, 23 નવેમ્બરે મેલબર્ન, 25 નવેમ્બરે સિડનીમાં રમાશે.

ત્યારબાદ ચાર ટેસ્ટ મેચો – 6-10 ડિસેમ્બરે એડીલેડ, બીજી મેચ 14-18 ડિસેમ્બરે પર્થમાં, ત્રીજી મેચ 26-30 ડિસેમ્બરે મેલબર્ન અને ચોથી મેચ 3-7 જાન્યુઆરીએ સિડનીમાં રમાશે.

ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોઃ 12 જાન્યુઆરીએ સિડનીમાં, 15 જાન્યુઆરીએ એડીલેડ અને 18 જાન્યુઆરીએ મેલબર્ન.

ટ્વેન્ટી-20 સીરિઝ માટેની ભારતીય ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકીપર), રીષભ પંત (વિકેટકીપર), કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, કે. ખલીલ એહમદ.

 

ટેસ્ટ સીરિઝ માટેની ભારતીય ટીમઃ

 

વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, પૃથ્વી શો, રોહિત શર્મા, લોકેશ રાહુલ, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત, પાર્થિવ પટેલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર.

વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ માટેની ટીમની પસંદગી હજી બાકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]