હોકી-કેપ્ટન મનપ્રીતસિંહે મલેશિયન ફિયાન્સી સાથે લગ્ન કર્યા

જલંધરઃ ભારતની હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહે તેની મલેશિયન ફિયાન્સી ઈલી નાજવા સિદ્દિકી સાથે ગઈ કાલે લગ્ન કર્યા હતા. 28 વર્ષીય મનપ્રીતસિંહ અને 27 વર્ષની પાકિસ્તાની મૂળની ઈલી આઠ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતાં. લગ્નસમારંભ જલંધરના ગુર તેગબહાદુર નગર ખાતેના ગુરુદ્વારામાં સંપન્ન થયો હતો. એમાં મનપ્રીતસિંહના વતન મીઠાપુર ગામના 60-70 જણને આમંત્રિત કરાયા હતા.

મનપ્રીત જ્યારે 2012માં મલેશિયામાં એક સ્પર્ધામાં રમવા ગયો હતો ત્યારે પહેલી વાર એની મુલાકાત ઈલી સાથે થઈ હતી. તે દર્શકોમાં બેઠી હતી. બંનેએ ત્યારે થોડીક વાર વાતચીત કરી હતી. મનપ્રીતે એનો ફોન નંબર લીધો હતો અને તેનાં સંપર્કમાં રહ્યો હતો. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને 2014ના ફેબ્રુઆરીમાં બંનેએ સગાઈ કરી હતી. ‘શું ઈલી લગ્ન પછી મલેશિયા પાછી જતી રહેશે?’ એમ પૂછતાં મનપ્રીતસિંહે કહ્યું કે, ‘તે અહીંયા જ મારા પરિવાર સાથે રહેશે. એને પંજાબી સંસ્કૃતિથી વાકેફ છે. અમે એને પંજાબી નામ આપ્યું છે – નવપ્રીતકૌર.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]