‘ભારતીય ટીમમાં હાર્દિક છે સૌથી સેલ્ફી-ઘેલો, વિરાટ હંમેશાં જિમમાં જ હોય’

લંડન – આઈસીસી ODI વર્લ્ડ કપ સ્પર્ધા આવતા ગુરુવારથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવાની છે. એમાં ભારતીય ટીમ વતી ઓપનર અને વાઈસ-કેપ્ટન રોહિત શર્મા મહત્ત્વની ભૂમિકા ભજવે એવી ધારણા છે.

વર્લ્ડ કપ માટે ભારતીય ખેલાડીઓ સજ્જ થઈ રહ્યા છે ત્યારે એક મુલાકાતમાં રોહિત શર્માએ એના સાથીઓ વિશે અમુક રસપ્રદ વાતો કરી છે.

એણે કહ્યું કે અમારી ટીમમાં હાર્દિક પંડ્યા સેલ્ફી-ઘેલો છે. એને સેલ્ફી લેવાનું કાયમ આકર્ષણ રહેતું હોય છે.

શર્માએ એમ પણ કહ્યું કે હાર્દિક પંડ્યા ડાન્સ કરવામાં તદ્દન નબળો છે.

રોહિત શર્માને ટીમમાં એના સાથી ખેલાડીઓ વિશે પૂછવામાં આવેલા સવાલોનો વિડિયો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવ્યો છે. આ વિડિયો 90-સેકંડનો છે.

રોહિત શર્માને એના સાથીઓ વિશે જે સવાલો પૂછવામાં આવ્યા હતા એના એણે મોકળા મને અને સ્પષ્ટ રીતે જવાબ આપ્યા હતા.

એને પૂછવામાં આવેલા સવાલો અને એણે આપેલા જવાબ નીચે મુજબ છેઃ

– સેલ્ફીઓની ઘેલછા કોને છેઃ હાર્દિક પંડ્યા

– સૌથી નબળો ડાન્સર કોણઃ હાર્દિક પંડ્યા

– રોમેન્ટિક કોમેડિઝ સૌથી વધારે કોને ગમેઃ ભૂવનેશ્વર કુમાર

– સૌથી ખરાબ રૂમમેટઃ શિખર ધવન

– મૂર્ખાની જેમ હસ્યા કોણ કરેઃ હાર્દિક પંડ્યા

– કાયમ જિમમાં કોણ રહેઃ વિરાટ કોહલી

– કોફી પીવાનો ગાંડો શોખ કોનેઃ રોહિત શર્મા

– સવારના સમયમાં સૌથી ચીડિયા સ્વભાવનો કોણઃ રોહિત શર્મા

– કાયમ ફોન પર રહેનાર કોણઃ કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા

વર્લ્ડ કપ પૂર્વેની બેમાંની એક વોર્મ-અપ મેચમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે પરાજય થયો હતો. બીજી વોર્મ મેચમાં ભારતીય ટીમ 28 મેએ બાંગ્લાદેશ સામે રમશે.

વર્લ્ડ કપની પહેલી મેચ 30 મેએ રમાશે, જે યજમાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.

ભારતની પહેલી મેચ પાંચ જૂને દક્ષિણ આફ્રિકા સામે રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]