25મા જન્મદિવસે હાર્દિક પંડ્યાએ ચાહકો સમક્ષ પ્રસ્તુત કર્યું – ‘બેન્ટ્લે’

વડોદરા – ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા આજે 25 વર્ષનો થયો છે. આ ઓલરાઉન્ડર પર એના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મિડિયા પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

પંડ્યાએ એના ચાહકો સમક્ષ પોતાની નવી બેન્ટ્લી પ્રસ્તુત કરી હતી.

પરંતુ જ્યારે ચાહકોને ખબર પડી કે બેન્ટ્લે શું છે ત્યારે તેઓ અચંબામાં પડી ગયા હતા.

મોટા ભાગના ચાહકોએ એવું ધાર્યું હતું કે પંડ્યા અલ્ટ્રા-લક્ઝરિયસ કાર બેન્ટ્લેનો ફોટો પ્રસ્તુત કરશે, પણ એને બદલે પંડ્યાએ બેન્ટ્લે નામના ગલુડિયાને પ્રસ્તુત કર્યું હતું, જે એમના પરિવારનું પાલતું શ્વાન છે અને પરિવારનું નવું સભ્ય બન્યું છે.

પંડ્યા હાલ નિરાંતના દિવસો વિતાવી રહ્યો છે. ઈજાગ્રસ્ત થવાથી એને હાલ ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણાની બે-ટેસ્ટની સીરિઝમાં એને પસંદ કરાયો નથી.

ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે એક નિવેદન દ્વારા જાહેર કર્યું છે કે હાર્દિક પંડ્યા અને ઈશાંત શર્મા ઈજામાંથી સાજા થયા ન હોવાથી એમને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચો માટે પસંદ કરાયા નથી.

પંડ્યાને 2018ની એશિયા કપ માટેની ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તે એક જ મેચ રમ્યો હતો. હોંગ કોંગ સામેની મેચ ચૂકી ગયા બાદ એને પાકિસ્તાન સામેની મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પણ એ બોલિંગ કરતી વેળા ફસડાઈ પડ્યો હતો અને એને સ્ટ્રેચર પર સુવડાવીને મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો.

બાદમાં એવું જાહેર કરાયું હતું કે પંડ્યાને સખત પીઠનો દુખાવો ઉપડ્યો હતો.

httpss://twitter.com/hardikpandya7/status/1050263234614370309

httpss://youtu.be/lefRhHQU62Y

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]