હાર્દિક પંડ્યા બન્યો રેઝર બ્રાન્ડનો ફેસ

મુંબઈ – ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને જાણીતી બ્રાન્ડ જિલેટની લેટેસ્ટ રેઝર MACH3 STARTના ફેસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

જિલેટના નવા રેઝર MACH3ના પ્રચાર માટે કંપનીએ હાર્દિક પંડ્યાને એની આક્રમક ખેલાડી તરીકેની છાપને કારણે પસંદ કર્યો છે.

પંડ્યાએ એક નિવેદનમાં કહ્યું છે કે મેં જ્યારથી શેવિંગ કરવાની શરૂઆત કરી હતી ત્યારથી હું જિલેટનું MACH3 રેઝર જ વાપરું છું. મને આ બ્રાન્ડ બહુ પસંદ છે અને હું તે નિયમિત રીતે વાપરું છું. MACH3 પરિવારમાં સામેલ થવા મળ્યું એને હું મારું ગૌરવ ગણું છું.

સાતત્યપૂર્ણ દેખાવ તથા મજબૂત વલણ એવા ગુણ છે જે પંડ્યાના વ્યક્તિત્વ તથા બ્રાન્ડને મળતા આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]