હાર્દિક પંડ્યાની લંડનમાં પીઠની સફળ સર્જરી થઈ, પરંતુ ઉઠ્યા ગંભીર સવાલો…

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પીઠની સર્જરી સફળ રહી છે. પીઠના નીચલા ભાગે તકલીફ થતા આ ખેલાડીને ક્રિકેટથી દૂર રહેવું પડ્યું. પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને આ વાતની જાણકારી આપી છે. પંડ્યાએ ફોટોના કેપ્શનમાં લખ્યું કે, સર્જરી સફળ રહી છે. તમારા બધા લોકોની શુભેચ્છાઓ માટે આભાર. જલ્દી જ પાછો આવીશ.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ દક્ષિણ આફ્રીકા સાથે રમવામાં આવેલી ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા રમ્યા હતા. આ જ સીરીઝમાં તેમની પીઠમાં ઈન્જરી થઈ હતી. એટલા માટે તેમને ટેસ્ટ ટીમમાં શામિલ કરવામાં નહોતા આવ્યા. તે સમયે હાર્દિકની ટીમમાં પસંદગી ન થતા પ્રશંશકોએ નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ તે સમયે ન તો બોર્ડ દ્વારા અને ન તો ટીમ મેનેજમેન્ટ દ્વારા હાર્દિકની ઈન્જરીને લઈને કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.

આનો એર્થ એ છે કે બોર્ડને હાર્દિકની ઈન્જરી મામલે ખબર હતી. ત્યારે આવામાં સવાલ એ થાય કે આખરે હાર્દિકને ઈન્જરી થઈ તો કેવી રીતે થઈ? કારણ કે હાર્દિકને તો ખૂબ વધારે ટ્રેનિંગ કરતો જોવામાં આવ્યો હતો. તેમણે વીડિયો જાહેર કર્યા હતા. આવામાં હાર્દિકના પ્રશંસકો સહિત તમામ ભારતીય ક્રિકેટપ્રેમિઓનો એ જાણવાનો હક્ક બને છે કે હાર્દિકને ઈન્જરી થઈ, તો કેવી રીતે થઈ…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]