સાઉથ કોરિયા સામે 0-2થી પરાજય થતાં જર્મની વર્લ્ડ કપમાંથી આઉટ

કઝાન (રશિયા) – અહીં ફિફા વર્લ્ડ કપ-2018માં આજે ગ્રુપ-Fમાં સાઉથ કોરિયાએ સૌથી મોટા આંચકાજનક પરિણામ આપ્યું છે. એણે ગઈ વેળાના ચેમ્પિયન જર્મનીને 2-0થી હરાવીને એને આ વખતની સ્પર્ધામાંથી બહાર ફેંકી દીધું છે.

2014ની સ્પર્ધામાં વિજેતા બનેલું જર્મની ગ્રુપ તબક્કામાં જ આઉટ થઈ ગયું છે.

સાઉથ કોરિયાએ બંને ગોલ સ્ટોપેજ ટાઈમમાં કર્યા હતા. યોંગવોન કીમ (90+3) અને યુંગમીન સોન (90+6)એ કરેલા ગોલની મદદથી આ એશિયન જાયન્ટે જર્મનીનો ઘડોલાડવો કરી નાખ્યો છે.

આ બંને ટીમ વચ્ચે આ પહેલાં ત્રણવાર મુકાબલો થઈ ચૂક્યો હતો. 1994ની વર્લ્ડ કપમાં જર્મનીએ સાઉથ કોરિયાને 3-2થી અને 2002ની વર્લ્ડ કપમાં 1-0થી પરાજય આપ્યો હતો. 2004માં એક ફ્રેન્ડલી મેચમાં સાઉથ કોરિયા જીત્યું હતું.

આજની મેચમાં કોરિયન ખેલાડીઓ ખૂબ જ ડીફેન્સિવ રમ્યા હતા, ખાસ કરીને એમનો ગોલકીપર ચો યૂન-વૂ. ગોલીકીપરે એની પર આવેલા જર્મન ખેલાડીઓના તમામ શોટ્સને નિષ્ફળ બનાવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]