આખરી લીગ મેચમાં પણ દિલ્હી સામે હારી જતાં મુંબઈ IPL-11માંથી આઉટ

નવી દિલ્હી – અહીંના ફિરોઝ શાહ કોટલા મેદાન પર આઈપીએલ-11માં આજે રમાઈ ગયેલી સ્પર્ધાની પોતાની આખરી લીગ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ સામે 11-રનથી હારી જતાં મુુંબઈ ઈન્ડિયન્સ ટીમ પ્લે-ઓફ્ફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ છે. નીતા અંબાણીની માલિકીની મુંબઈ ટીમ ગયા વર્ષે ચેમ્પિયન બની હતી.

આજની મેચમાં, દિલ્હી ડેરડેવિલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિકેટકીપર રીષભ પંતના 44 બોલમાં 64 રનના જોરે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 174 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈની ટીમ 19.3 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હીના બોલરો, અમિત મિશ્રા, સંદીપ લામિચાને તથા હર્ષલ પટેલે વ્યક્તિગત 3 વિકેટ લીધી હતી. મિશ્રાએ 19 રનમાં, લામિચાનેએ 36 રનમાં અને પટેલે 28 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

અમિત મિશ્રાને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

મુંબઈની ટીમનો હાઈએસ્ટ સ્કોરર રહ્યો એવીન લૂઈસ – 48 રન. બેન કટિંગે 37, હાર્દિક પંડ્યાએ 27, કેપ્ટન રોહિત શર્માએ 13 રન કર્યા હતા.

પોઈન્ટ્સ ટેબલમાં, દિલ્હીની ટીમ 14 મેચમાં 9માં પરાજયને કારણે તળિયાના સ્થાને રહી છે તો મુંબઈ ટીમ પાંચમા સ્થાને.

અમિત મિશ્રા

સંદીપ લામિચાને

હર્ષલ પટેલ

રીષભ પંત – 64 રન કર્યા