સાઈના નેહવાલ બની CWG2018 બેડમિન્ટન ચેમ્પિયન; ભારતનાં ગોલ્ડ મેડલ્સ થયા 26

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) – ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે અહીં 21મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે મહિલાઓની બેડમિન્ટનમાં સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં એણે ભારતની જ ઓલિમ્પિક્સ સિલ્વર મેડલવિજેતા પી.વી. સિંધુને સીધી ગેમ્સમાં 2-0થી પરાજય આપ્યો છે.

આમ, આ હરીફાઈનો ગોલ્ડ અને સિલ્વર બંને ભારતને મળ્યા છે.

સિંગલ્સ ફાઈનલમાં સાઈનાએ સિંધુને 21-18, 23-21થી હરાવી હતી. આ મેચ રોમાંચક બની રહી હતી અને ઓસ્ટ્રેલિયાના દર્શકોને એનો આનંદ માણવા મળ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં સાઈનાનો આ બીજો સિંગલ્સ ગોલ્ડ મેડલ છે. 2010ની દિલ્હી ગેમ્સમાં પણ એ ચેમ્પિયન બની હતી.

આજની ફાઈનલમાં સાઈનાએ જોરદાર આક્રમક અને પાવરપેક્ડ પરફોર્મન્સ બતાવ્યો હતો. એને કારણે સિંધુ પર શરૂઆતથી જ પ્રેશર બની રહ્યું હતું. જોકે સિંધુએ છેવટ સુધી સાઈનાને લડત જરૂર આપી હતી. એને કારણે જ મેચ એકતરફી ન બની જતાં રોમાંચક રહી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]