ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ‘ફિફા પ્લેયર ઓફ ધ યર’ ઘોષિત

લંડન – ફૂટબોલનું રમતનું વિશ્વ સ્તરે સંચાલન કરતી સંસ્થા ‘ફિફા’એ વર્ષ ૨૦૧૭ માટે તેના બેસ્ટ ફૂટબોલ એવોર્ડ્સ એનાયત કરી દીધા છે. અહીંના પેલેડિયમ સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલા ઝાકઝમાળભર્યા સમારંભમાં પોર્ટુગલના તેમજ સ્પેનની ફૂટબોલ ક્લબ રીયલ મેડ્રિડ ટીમના સ્ટ્રાઈકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને વર્ષનો બેસ્ટ પુરુષ ખેલાડી ઘોષિત કરવામાં આવ્યો હતો. ‘ફિફા પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીતવાની સિદ્ધિ આ સાથે રોનાલ્ડોએ પાંચમી વખત હાંસલ કરી છે અને એણે આર્જેન્ટિનાના લિઓનેલ મેસ્સીની સિદ્ધિની બરોબરી કરી છે.

આ વર્ષના પ્રતિષ્ઠિત ‘ફિફા પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ માટે રોનાલ્ડોની સાથે મેસ્સી અને બ્રાઝિલનો નેમાર પણ રેસમાં હતો, પણ રોનાલ્ડોએ એ બંનેને પરાસ્ત કરી દીધા છે.

એવોર્ડ સમારંભમાં મેસ્સી અને નેમાર પણ હાજર રહ્યા હતા.

રોનાલ્ડોએ આ એવોર્ડ સતત બીજા વર્ષે જીત્યો છે.

મેડ્રિડમાં રોનાલ્ડોની ટીમના કોચ ઝીનેડીન ઝીડાનને ‘ફિફા કોચ ઓફ ધ યર’ના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ જુવેન્ટસના ગિયાનલુગી બુફોને જીત્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]