CWG 2018: 10મા દિવસે ભારતના એથલીટોએ લગાવી “ગોલ્ડન સિક્સ”

ગોલ્ડ કોસ્ટ- કોમનવેલ્થ ગેમ્સમાં આજે 10મા દિવસે ભારતના ખેલાડીઓએ અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. આજે ભારતને 6 ગોલ્ડ મેડલ સહિત કુલ 8 મેડલ મળ્યા છે. બોક્સિંગમાં મેરી કોમ અને ગૌરવ સોલંકી, શૂટિંગમાં સંજીવ રાજપૂત, કુશ્તીમાં સુમિત મલિક, ભાલા ફેંકમાં નિરજ ચોપરા અને મહિલા કુશ્તીમાં વિનેશ ફોગટે ગોલ્ડ મેડલ જીત્યા છે.ભાલા ફેંકમાં ભારતના નિરજ ચોપરાડાએ 86.47 મીટર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. આ ઉપરાંત બોક્સિંગમાં મેરિકોમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન સ્પર્ધામાં સંજીવ રાજપૂતે ગોલ્ડ મેડલ પર ટાર્ગેટ કર્યો હતો. કુશ્તીમાં ભારતીય પહેલવાન સુમિત મલિકે પુરુષોની 125 કિલોગ્રામ વર્ગ સ્પર્ધાની ફ્રીસ્ટાઈલ કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

આ ઉપરાંત બેડમિંટનમાં પણ ભારત માટે એક ગોલ્ડ અને સિલ્વર મેડલ નક્કી છે. કારણ કે, સ્પર્ધાની ફાઈનલ ભારતીય ખેલાડી પીવી સિંધુ અને સાઈના નેહવાલ વચ્ચે રમાશે. મેડલ ટેલીમાં અત્યાર સુધીમાં ભારત 23 ગોલ્ડ, 13 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલ જીતી કુલ 21 પદક સાથે યાદીમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બાદ ત્રીજા સ્થાને છે.