ક્રિસ ગેલઃ ક્રિકેટનો સુપરમેન…

વેસ્ટ ઈન્ડિઝના અને આઈપીએલ-11 સ્પર્ધામાં કિંગ્સ ઈલેવન પંજાબ વતી રમતા ફટકાબાજ બેટ્સમેન ક્રિસ્ટોફર (ક્રિસ) ગેલે 19 એપ્રિલ, ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની લીગ મેચમાં સદી ફટકારી દીધી. એના 104 રનના દાવના જોરે પંજાબે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 3 વિકેટે 193 રન કર્યા અને ત્યારબાદ પંજાબના બોલરોએ હૈદરાબાદની ટીમના સ્કોરને 20 ઓવરમાં 4 વિકેટે 178 રન સુધી સીમિત રાખી એને 15-રનથી પરાજય આપ્યો. ૩૮ વર્ષના ગેલે 11 સિક્સ અને એક બાઉન્ડરી સાથે 104 રન ફટકાર્યા. એનો સ્ટ્રાઈક રેટ હતો 165.07.

મેચ બાદ ગેલે પોતાના બેટને લેપ ડાન્સ કરાવ્યો હતો અને ટીમની માલિકણ, બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટા સાથે પણ ડાન્સ કર્યો હતો. પ્રીતિએ ગેલને ઝપ્પી આપી હતી અને સેલ્ફી પણ ખેંચાવી હતી.

આ પ્રસંગે ક્રિસ ગેઈલના અમુક બેટિંગ રેકોર્ડ્સ પર નજર કરીએ…

ગેલ વર્તમાન આઈપીએલ સ્પર્ધામાં સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો છે.

T20 મેચોમાં 10,000 રન પૂરા કરનાર પહેલો બેટ્સમેન છે

કોઈ પણ ફોર્મેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે. પુણે વોરિયર્સ સામેની મેચમાં 30 બોલમાં સદી ફટકારી હતી.

આઈપીએલમાં સૌથી વધુ – 17 સદી ફટકારી છે

2011 અને 2012ની આઈપીએલમાં હાઈએસ્ટ સ્કોરર હતો – અનુક્રમે 608 અને 733 રન.

આઈપીએલમાં અત્યાર સુધીમાં સૌથી વધારે સદી ફટકારી છે – 6.

આઈપીએલમાં અત્યાર સુધીમાં સૌથી વધારે સિક્સર ફટકારી છે – 230.

હાઈએસ્ટ એવરેજવાળો બેટ્સમેન છે – 47.50

વર્લ્ડ કપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર પહેલો બેટ્સમેન છે. ઝિમ્બાબ્વે સામેની મેચમાં એણે 215 રન કર્યા હતા

ODI મેચમાં 16 સિક્સ ફટકારવાનો જોઈન્ટ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.

ટેસ્ટ ક્રિકેટમાં બે ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર માત્ર ચોથો બેટ્સમેન છે. અન્ય ત્રણ છે – ડોન બ્રેડમેન, બ્રાયન લારા અને વિરેન્દર સેહવાગ.

ટેસ્ટ મેચમાં પહેલા જ બોલે સિક્સર ફટકારનાર પહેલો બેટ્સમેન છે. મિરપુરમાં બાંગ્લાદેશ સામેની એ ટેસ્ટમાં એણે રેકોર્ડ કર્યો હતો

સૌપ્રથમ વર્લ્ડ T20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 57 બોલમાં 117 રન ઝૂડી કાઢ્યા હતા. 10 સિક્સ, સાત ચોગ્ગા સાથે. એ સદી સાથે ક્રિકેટની તમામ ફોર્મેટ્સમાં સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો હતો.

T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધારે સિક્સરો ફટકારી છે – 98. વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 238 સિક્સરો ફટકારી છે. સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 434 સિક્સરો ફટકારી છે.

2016માં T20 વર્લ્ડ કપમાં બે સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો હતો.

વર્લ્ડ T20માં સૌથી વધારે સિક્સરો ફટકારી છે – 60.

વર્લ્ડ T20ની એક જ મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે – 11.

ટી-20 ક્રિકેટમાં ગેલની આ 21મી સદી છે.

ક્રિસ ગેલ એના પરિવાર સાથે

ગુરુવારે મોહાલીમાંની મેચમાં ફટકારેલી સદીને ગેલે એની બે વર્ષીય દીકરી ક્રિઝાલીનાને અર્પણ કરી છે, આ સદી ફટકારીને એણે ક્રિઝાલીનાનો દ્વિતીય જન્મદિવસ આગવી સ્ટાઈલમાં ઊજવ્યો. ગેલની પાર્ટનરનું નામ છે નતાશા બેરીજ.

httpss://www.instagram.com/p/BhyLfrMnj4q/?taken-by=chrisgayle333

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]