વર્લ્ડ કપ ફૂટબોલઃ બ્રાઝિલ, બેલ્જિયમ પહોંચ્યા ક્વાર્ટર ફાઈનલમાં

સમારા, રોસ્તોન (રશિયા) – રશિયામાં રમાતી ફિફા વર્લ્ડ કપ-2018 સ્પર્ધામાં ગઈ કાલે બે નોકઆઉટ મેચો રમાઈ ગઈ. પહેલી મેચમાં બ્રાઝિલે મેક્સિકોને 2-0થી અને બીજી મેચમાં બેલ્જિયમે જાપાનને 3-2થી પરાજય આપ્યો હતો.

હવે 6 જુલાઈએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં બ્રાઝિલ અને બેલ્જિયમ વચ્ચે મુકાબલો થશે.

બ્રાઝિલ વતી નેમારે 51મી મિનિટે અને ફિરમીનોએ 88મી મિનિટે ગોલ કર્યો હતો. બેલ્જિયમ-જાપાન મેચમાં તમામ ગોલ બીજા હાફમાં થયા હતા.

જાપાને 48 અને 52મી મિનિટે ગોલ કરીને 2-0થી સરસાઈ મેળવી હતી, પણ ત્યારબાદ બેલ્જિયમે જોરદાર વળતી લડત આપી હતી અને 69મી અને 74મી મિનિટે ગોલ કર્યો હતો. 90 મિનિટના ફૂલ ટાઈમ બાદ સ્ટોપેજ ટાઈમમાં ચોથી મિનિટે નાસર ચાડીએ ગોલ કરતાં બેલ્જિયમે 3-2થી જીત મેળવી હતી.

પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલું બ્રાઝિલ આ સતત સાતમી વાર વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યું છે. હાફ ટાઈમે સ્કોર 0-0 હતો. નેમારે 51મી મિનિટે ક્લોઝ-રેન્જમાંથી ગોલ કર્યો હતો. ત્યારબાદ 88મી મિનિટે એણે તેના સાથી ખેલાડી રોબર્ટો ફિરમીનોને સહાયતા કરી હતી જેને લીધે ફિરમીનોએ ટીમનો બીજો ગોલ કર્યો હતો.

મેક્સિકો વર્લ્ડ કપમાં આ સતત સાતમી વાર પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં હાર્યું છે.

બ્રાઝિલની જીતનો શ્રેય નેમાર ઉપરાંત એના મજબત ડીફેન્સને પણ જાય છે. ચાર મેચોમાં બ્રાઝિલે પોતાની વિરુદ્ધ માત્ર એક જ ગોલ થવા દીધો છે.

બ્રાઝિલ-મેક્સિકો મેચ

બ્રાઝિલ-મેક્સિકો મેચ

બ્રાઝિલ-મેક્સિકો મેચ

બ્રાઝિલ-મેક્સિકો મેચ

બ્રાઝિલ-મેક્સિકો મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ

બેલ્જિયમ-જાપાન મેચ