એશિયન ગેમ્સ 2018માં ભારતનો ગોલ્ડ નંબર-2: મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે અપાવ્યો

જાકાર્તા – અહીં રમાતી એશિયન ગેમ્સમાં ભારતે બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેડલ જીત્યો છે વિનેશ ફોગાટે, મહિલાઓની ફ્રીસ્ટાઈલ કુસ્તી રમતમાં 50 કિ.ગ્રા. વર્ગ હરીફાઈમાં. એણે ફાઈનલ જંગમાં જાપાનની યૂકી આઈરીને પછાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

એશિયન ગેમ્સમાં મહિલાઓની કુસ્તીમાં ભારતે આ પહેલી જ વાર ગોલ્ડ મેડલ જીત્યો છે.

23 વર્ષની હરિયાણાનિવાસી વિનેશે જાપાની હરીફને 6-2 સ્કોરથી માત કરી છે.

અત્રે યાદ આપવાની જરૂર છે કે, રિયો ઓલિમ્પિક્સ વખતે પોતાની હરીફાઈનો ગોલ્ડ મેડલ જીતવા માટે ફેવરિટ હોવા છતાં વિનેશ પગમાં ઈજાગ્રસ્ત થઈ હતી અને એને વ્હીલચેરગ્રસ્ત થઈ જવું પડ્યું હતું.

એશિયન ગેમ્સ-2018માં ભારતને પહેલો ગોલ્ડ રવિવારે પુરુષ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ અપાવ્યો હતો. એણે 65 કિ.ગ્રા. વર્ગ ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં જાપાનના પહેલવાનને પછાડ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]