સાઉથ આફ્રિકા સામેની T20I શ્રેણી માટેની ટીમમાં 15-વર્ષની શેફાલીનો સમાવેશ

મુંબઈ – સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ ગુજરાતમાં ભારતીય ટીમ સામે વન-ડે ઈન્ટરનેશનલ્સ અને T20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમવાની છે. પાંચ મેચોની T20I સીરિઝ સુરતમાં રમાશે જ્યારે 3-મેચોની વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝ વડોદરામાં રમાશે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આજે જાહેરાત કર્યા મુજબ વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝ માટેની ટીમની કેપ્ટન રહેશે મિતાલી રાજ જ્યારે T20I શ્રેણીની ટીમની કેપ્ટન રહેશે હરમનપ્રીત કૌર.

15 વર્ષની શેફાલી વર્માને મિતાલી રાજની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવી છે. મિતાલીએ T20I ક્રિકેટને અલવિદા કરી દીધું છે.

હરમનપ્રીત કૌર વન-ડે ક્રિકેટ શ્રેણીમાં મિતાલી રાજની વાઈસ-કેપ્ટન રહેશે.

જ્યારે T20I શ્રેણીમાં હરમનપ્રીત કૌરની વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના રહેશે.

T20I સીરિઝ 24 સપ્ટેંબરથી શરૂ થશે. છેલ્લી મેચ 4 ઓક્ટોબરે રમાશે. જ્યારે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ 9 ઓક્ટોબરથી શરૂ થશે અને 14 ઓક્ટોબર સુધી ચાલશે.

મહિલાઓની ODI ટીમઃ

મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), પૂનમ રાઉત, સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા, તાનિયા ભાટિયા (વિકેટીકપર), ઝુલન ગોસ્વામી, શિખા પાંડે, માનસી જોશી, એકતા બિશ્ટ, પૂનમ યાદવ, ડી. હેમલતા, રાજેશ્વરી ગાયકવાડ, પ્રિયા પુનિયા.

મહિલાઓની પહેલી 3 T20I મેચો માટેની ટીમઃ

શેફાલી વર્મા

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, દીપ્તી શર્મા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ, શિખા પાંડે, અરુંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, વેદા કૃષ્ણમૂર્તિ, હર્લીન દેઓલ, અનુજા પાટીલ, શેફાલી વર્મા, માનસી જોશી.

મેચોનો કાર્યક્રમ

સુરતમાં પાંચેય T20I મેચો ફ્લડલાઈટ્સ હેઠળ રમાશે. મેચોની તારીખ છેઃ 24, 26, 29 સપ્ટેંબર અને 1, 4 ઓક્ટોબર.

3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો વડોદરામાં દિવસના ભાગમાં રમાશે. એની તારીખો છેઃ 9, 11 અને 14 ઓક્ટોબર.