પંજાબ પોલીસે બબ્બર ખાલસાના 7 આતંકવાદીઓને ઝડપ્યા

લુધિયાણા– પંજાબ પોલીસે આજે લુધિયાણામાં પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસાના 7 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ દરરોજ તપાસ કરતી હતી, તેમ આજે પણ તપાસ ઝુંબેશ ચાલુ રાખ હતી, જે દરમિયાન આ 7 આતંકવાદીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ અને 33 કારતૂસ સહિત વિપુલ માત્રામાં વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો છે. અત્રે નોંધનીય છે કે બબ્બર ખાલસા એક પ્રતિબંધિત ખાલિસ્તાન સમર્થક આતંકી સંગઠન છે.

લુધિયાણા પોલીસ કમિશ્નરે મિડિયાને જાણકારી આપી હતી કે આ લોકો સોશિયલ મિડિયા દ્વારા ઈંગ્લેન્ડમાં રહેતા આતંકી સુરિન્દર સિંહ બબ્બરના સંપર્કમા હતા. અને અહિયા તેઓ એવા લોકોને નિશાન બનાવવા માંગતા હતા કે જે લોકો ખાલિસ્તાન વિરુધ્ધ લખતા હોય. એટલે કે તેમના નિશાના પર પત્રકારો હતો. પરંતુ અમારી ટીમે તેમને ઝડપી લીધા છે. તેમની આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા દબોચી લીધા છે. પોલીસે જણાવ્યું હતું કે આ આતંકવાદીઓને બ્રિટનથી આર્થિક મદદ મળતી હતી. તેમને પંજાબમાં કાયદો વ્યવસ્થા તોડવા માટે વિદેશથી ફંડિગ મળતું હતું.