શેરબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સ 10 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે મિશ્ર ટોન રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી સેન્સેક્સ અને નિફટી રેકોર્ડબ્રેક નવી ઊંચી સપાટી બનાવી રહ્યો હતો. જેથી આજે નવી હાઈ બતાવ્યા પછી તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ કાઢ્યું હતું. પરિણામે માર્કેટ વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું. વળી સપ્તાહનો છેલ્લો દિવસ હતો, આથી નવી લેવાલી અટકી ગઈ હતી. તેમ છતાં ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 33,286.51 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી. તેમજ નિફટી ઈન્ડેક્સે 10,366.15 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 10.09(0.03 ટકા) વધી 33,157.22 બંધ રહ્યો હતો. જો કે નિફટી ઈન્ડેક્સ 20.75(0.20 ટકા) ઘટી 10,323.05 બંધ થયો હતો.ઊંચા લેવલે પીએસયુ બેંક, રિયલ્ટી, આઈટી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલી આવી હતી. જેથી શેરોના ભાવ અને ઈન્ડેક્સ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ શેરબજારનું જનરલ સેન્ટિમેન્ટ તેજીમય જ રહ્યું હતું. પરંતુ સપ્તાહનો છેલ્લો દિવસ અને બે રજાઓ હોવાથી શેરબજારમાં સાવેચતીનું વાતાવરણ રહ્યું હતું.

  • આજે બેંક, મેટલ, ઓઈલ, ગેસ, પીએસયુ અને ટેકનોલોજી સેકટરના શેરોમાં પ્રોફિટબુકિંગથી નરમાઈ રહી હતી.
  • ઓટોમોબાઈલ અને હેલ્થકેર-ફાર્મા સેક્ટરના શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • રોકડાના શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 45.22 પ્લસ બંધ હતો
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 46.90 વધ્યો હતો
  • પીવીઆરનો નફો 15.1 ટકા ઘટ્યો હતો
  • કેનેરા બેંકનો નફો 27.1 ટકા ઘટ્યો
  • આઈઓસીનો નફો 18.7 ટકા ઘટ્યો
  • મારૂતિ સુઝુકીનો નફો 3.4 ટકા વધ્યો, અને આવક 21.8 ટકા વધી
  • આઈટીસીનો નફો 5.6 ટકા વધ્યો

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]