શ્રીલંકાને સડેલો, એક્સપાયર ખાદ્ય માલસામાન મોકલતાં પાકિસ્તાનની ફજેતી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની બેશરમીને કારણે હવે વિશ્વમાં તેની ફજેતો થઈ રહ્યો છે. પાકિસ્તાનની સરકારે તુર્કી પછી હવે શ્રીલંકા સાથે પણ એક મોટો દગો કર્યો છે કોલંબોના અધિકારીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાનને ફરી એક વાર શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે, કારણ કે શ્રીલંકાને મોકલવામાં આવેલી માનવીય સહાયની ખેપમાં એવી ચીજવસ્તુઓ મળી આવી છે, જે એક્સપાયરી તારીખ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ હતી. તેમાં મેડિકલ સપ્લાય, ખોરાકના પેકેટ્સ અને જરૂરી માલસામાન સામેલ હતો.

પાકિસ્તાનની સોશિયલ મિડિયા પર તેની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાને માનવીય સહાયને નામે વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાને એક્સપાયરી ફૂડ આઈટમ્સ મોકલી દીધી છે. શ્રીલંકામાં પાકિસ્તાની દૂતાવાસે જારી કરેલી તસવીરોમાંથી આ દગો ખુલ્લો પડી ગયો છે. પાકિસ્તાને રાહત સામગ્રીને નામે પાણી, દૂધ અને બિસ્કિટ મોકલ્યાં છે. માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ X પર આ તસવીરો જોઈને અનેક યુઝર્સે પાકિસ્તાનની આ નીચ હરકત પકડી લીધી. તેઓ તસવીરો શેર કરીને કંગાળ પાકિસ્તાનને બેનકાબ કરી રહ્યા છે. એક તરફ શ્રીલંકાની સરકાર ગુસ્સે છે, તો બીજી તરફ પાકિસ્તાનને રાજકીય શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

સોશિયલ મિડિયા યુઝર્સે તસવીરોને આધારે જણાવ્યું છે કે પાકિસ્તાને મોકલેલી રાહત સામગ્રીની એક્સપાયરી તારીખ ઓક્ટોબર, 2024ની છે. તેમણે પાકિસ્તાની દૂતાવાસને ટ્રોલ કરતાં લખ્યું છે કે આ સામગ્રી 10 પરિવારો માટે પણ પૂરતી નથી અને ઉપરથી તે પણ એક્સપાયરી થઈ ચૂકેલી છે. એક યુઝરે લખ્યું કે આ લોકો નીચ જાતિના છે. હિંદુ બહુમતી ધરાવતા દેશમાં ભૂકંપ વખતે બીફ મોકલવું અને હવે શ્રીલંકાને એક વર્ષ જૂનો ખોરાક મોકલવું – આ જ દર્શાવે છે તેમની નબળી માનસિકતા. 2023માં પણ તુર્કીમાં આવેલા ભૂકંપ દરમ્યાન પાકિસ્તાને એ જ રાહત સામગ્રી પાછી મોકલી હતી, જે તેને કરાચીમાં આવેલા પૂર દરમિયાન મળી હતી.

શ્રીલંકાએ પાકિસ્તાનને આકરી ઝાટકણી કાઢી

એક્સપાયરી અને બગડેલો ખોરાક જોઈને શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટે અને વિદેશ મંત્રાલયને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ત્યાર બાદ શ્રીલંકા સરકારે પાકિસ્તાનને સત્તાવાર તેમ જ બિનસત્તાવાર રીતે આ સમગ્ર બનાવ અંગે વિરોધ દર્શાવ્યો છે.