રામ મંદિર પર યોગીનું આદિત્યનાથનું નિવેદનઃ જે કાર્ય થવાનું છે તે થઈને જ રહેશે

લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે જણાવ્યું કે 2019ની લોકસભા ચૂંટણી વડાપ્રધાન મોદીની ઉપ્લબ્ધીઓ પર થશે જેમાં રાષ્ટ્રીય મુદ્દાઓ મુખ્ય હશે. રામ મંદિર મુદ્દે બોલતા યોગી આદિત્યનાથે જણાવ્યું કે જે કાર્ય થવાનું છે તે થઈને રહેશે એને કોઈ નહી ટાળી શકે. નિયતિએ જે નક્કી કર્યું છે તે થઈને જ રહેશે.
યોગી આદિત્યનાથે જણાવ્યું કે પ્રદેશમાં ગઠબંધન એટલે થઈ રહ્યું છે કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીથી ભયભીત છે તેઓ ભારતના વિકાસથી ભયભીત છે, સ્થિરતાથી ભયભીત છે. યોગીએ જમાવ્યું કે આ દેશની પહેલી એવી સરકાર છે જેણે સત્તાનું કેન્દ્ર બિંદુ ખેડુતો, ગામડાઓ, મજૂરો અને મહિલાઓને બનાવ્યું છે.

મોબ લિચિંગના સવાલ પર યોગી આદિત્યનાથે જણાવ્યું હિંસા કોઈપણ સ્થિતીમાં સ્વીકાર નથી. કાયદાને હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી. પ્રદેશમાં બેરોજગાજગારોના પ્રશ્ન પર યોગીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં નોકરીઓની ખોટ નથી. અમારી સરકાર 1,37,000 હજાર શિક્ષકોની ભરતી કરશે. પોલીસમાં પણ દોઢ લાખથી વધારે ભરતી કરવાની છે અને આની પ્રક્રિયા ચાલુ છે. યોગીએ જણાવ્યું કે થોડા સમય પહેલા જ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માધ્યમથી પણ લાખો લોકોને રોજગારીના અવસરો પ્રાપ્ત થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]