યોગ આપણી સંસ્કૃતિનો આંતરિક હિસ્સો છેઃ વડા પ્રધાન મોદી

રાંચી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં 40 હજાર જેટલા લોકો સાથે યોગાસન કરીને પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

પ્રભાત તારા ગ્રાઉન્ડ ખાતે આજે સવારે મોદીએ શારીરિક તંદુરસ્તી જાળવવા માટેની પ્રાચીન ભારતીય વિદ્યા યોગવિદ્યાની શિબિરમાં હજારો યોગ ઉત્સાહકોની આગેવાની લીધી હતી.

2015ની સાલથી દુનિયાભરમાં દર 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજે મુંબઈ, અમદાવાદ, રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત ભારતભરમાં યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાનો, રાજ્યના મુખ્ય પ્રધાનો, સમાજના વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓનાં સહભાગ સાથે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દેશના મુખ્ય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ માટે ઝારખંડના રાંચીની પસંદગી કરવામાં આવી છે. યોગ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર તંદુરસ્તીની જાળવણી માટે યોગવિદ્યાને એક આધારસ્તંભ બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

મોદીએ કહ્યું કે, દરેક જણે યોગ કરવા જોઈએ. ઘણા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં યોગ મોટો ભાગ ભજવી શકે છે. એટલે આ વર્ષનો થીમ છે ‘યોગા ફોર હાર્ટ’. આજકાલ યુવા વયનાં લોકો પણ હૃદયની બીમારીઓનો શિકાર બની રહ્યાં છે તે વિશે વડા પ્રધાને ચિંતા વ્યક્ત કરી હતી.

મોદીએ સમાજના તમામ વર્ગોનાં લોકોને અપીલ કરી છે કે તેઓ યોગ કરે.

વડા પ્રધાને કહ્યું કે આપણે યોગને શહેરોમાંથી ગામડાઓમાં અને આદિવાસી વિસ્તારોમાં લઈ જવાના પ્રયાસો કરવા જોઈએ. યોગને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી. એ બધાયથી પર છે. લોકોને મારી અપીલ છે કે તેઓ યોગને એમના દૈનિક જીવનનો એક ભાગ બનાવે. શાંતિ અને એખલાસનો યોગ સાથે સંબંધ છે. દુનિયાભરનાં લોકોએ યોગ કરવા જ જોઈએ.

વડા પ્રધાન મોદી આજના આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગઈ કાલે રાતે જ રાંચી આવી પહોંચ્યા હતા.

રાંચીમાં યોગ કરતા વડા પ્રધાન મોદી




























મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં બાન્દ્રા રેક્લેમેશન ખાતે દરિયાકિનારે યોગાસન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતા શાળાનાં વિદ્યાર્થીઓ


મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં બાન્દ્રા રેક્લેમેશન ખાતે દરિયાકિનારે યોગાસન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતા શાળાનાં વિદ્યાર્થીઓ


મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં બાન્દ્રા રેક્લેમેશન ખાતે દરિયાકિનારે યોગાસન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતા શાળાનાં વિદ્યાર્થીઓ


દિલ્હીમાં ફ્રેન્ચ દૂતાવાસમાં યોગ કાર્યક્રમ


દિલ્હીમાં ફ્રેન્ચ દૂતાવાસમાં યોગ કાર્યક્રમ


દિલ્હીમાં રાજપથ ખાતે યોગ કાર્યક્રમ


દિલ્હીમાં રાજપથ ખાતે યોગ કાર્યક્રમ