દેશમાં શરુ થયો સૌથી મોટો શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ, 42 લાખ શિક્ષકોને મળશે ટ્રેનિંગ…

નવી દિલ્હીઃ માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે દેશના શિક્ષણની ગુણવત્તામાં સુધારા તરફ વધુ એક પગલું ભરતા દુનિયાના સૌથી મોટા ટીચર્સ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં તમામ રાજ્યોના આશરે 42 લાખ શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે. શિક્ષકોને પુસ્તકના જ્ઞાનથી વધારે સરળતાથી ભણાવવું, લર્નિંગ આઉટકમ તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટ્રેનિંગ આપવામાં આવશે.

રમેશ નિશંકે 21 ઓગસ્ટના રોજ દિલ્હીમાં નેશનલ ઈનિશિએટિવ ઓન સ્કૂલ ટીચર હેડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટની શરુઆત કરી જે અંતર્ગત શિક્ષકોને ક્લાસરુમમાં કેવી રીતે ભણાવવું, તેની ટ્રેનિંગ આ શિક્ષકોને આપવામાં આવશે. શિક્ષક બનવાના ભણતરના સિલેબસમાં પણ બદલાવ કરવામાં આવી રહ્યો છે.

આ ક્ષણે રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે હવેથી આઈએએસ બનવું સરળ હશે પરંતુ શિક્ષક બનવું એટલું સરળ નહી હોય. તેમણે કહ્યું કે શિક્ષક એક વિદ્યાર્થીનો નહી પરંતુ આખા દેશનો નિર્માતા હોય છે. શિક્ષકે આપેલા શિક્ષણમાંથી જ વૈજ્ઞાનિક, પ્રાશસનિક, રાજનેતા, અભિનેતા, શિક્ષક, ડોક્ટર અને સમાજ સેવકો નિકળે છે. ત્યારે આવામાં જો શિક્ષક જ કમજોર હશે તો દેશનું ભવિષ્ય ખતરામાં પડી જશે.

આ ટ્રેનિંગ પ્રોગ્રામની ખાસ વાત એ છે કે શિક્ષકોને ક્લાસરુમ સીવાય વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી પણ ટ્રેનિંગ મળશે. ઓનલાઈન પોર્ટલ નિષ્ઠા પર માસ્ટર ટ્રેનર પ્રથમ ચરણમાં ધોરણ  1 થી 8 સુધી શિક્ષકોને ટ્રેનિંગ આપશે. ત્યારબાદ બીજું ચરણ શરુ કરવામાં આવશે. ટીચર્સની ટ્રેનિંગને મંત્રાલય ઓનલાઈન મોનિટર પણ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]