કેવી રીતે કહીએ કે હિંદુ હિંસક નથી હોતાં, રામાયણ-મહાભારતમાં છે પુરાવાઃ સીતારામ યેચુરી

ભોપાલઃ સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીનું કહેવું છે કે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોથી સિદ્ધ થાય છે કે હિંદું ક્યારેય હિંસક ન હોઈ શકે. તેમણે ગુરુવારના રોજ ભોપાલમાં એક સમારોહમાં કહ્યું કે રામાયણ અને મહાભારતમાં હિંસક ઘટનાના ઘણાં ઉદાહરણો છે. આરએસએસ પ્રચારક એક તરફ આ ગ્રંથોનું ઉદાહરણ આપે છે અને પછી કહે છે કે હિંદુ ક્યારેય હિંસક ન હોઈ શકે. ત્યારે આ વાતની પાછળ આખરે કયું લોજિક છે કે ધર્મ વિશેષના લોકો હિંસા કરે છે અને હિંદુ નહીં?

યેચુરીએ કહ્યું કે આરએસએસ પોતાની એક પ્રાઈવેટ આર્મી બનાવી રહ્યું છે, પરંતુ ગઠબંધન વડાપ્રધાન મોદીને સત્તાથી હટાવી દેશે. આ ક્ષણે ભોપાલથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર દિગ્વીજય સિંહ પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે આ કોઈ સામાન્ય લોકસભા ચૂંટણી નથી, પરંતુ સંવિધાનને બચાવવાની લડાઈ છે.

દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે બીજેપીએ સંવિધાનનો તમાશો બનાવીને રાખી દીધો છે. સંવિધાનમાં બીજેપીનો કોઈ વિશ્વાસ નથી. આ વ્યક્તિ વચ્ચેની નહી પરંતુ વિચારધારાની લડાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]