મહારાષ્ટ્રઃ ફ્લોર ટેસ્ટ તો થશે, પણ વ્હીપ કોણ આપશે એ મોટો સવાલ છે….

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં તેજ ગતિથી બદલાતા રાજનૈતિક ઘટનાક્રમમાં આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે કે આવતીકાલે એટલે કે 27 નવેમ્બરના રોજ વિધાનસભામાં બહુમતનું પરિક્ષણ કરવામાં આવશે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યો થપથ લઈ લે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફ્લોર ટેસ્ટનું લાઈવ ટેલીકાસ્ટ પણ કરવામાં આવે.

પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે NCP તરફથી વ્હીપ આપવાનો અધિકાર કોનો છે, જયંત પાટિલને કે પછી અજિત પવારને? NCP નું માનીએ તો આ અધિકાર જયંત પાટિલ પાસે છે કારણ કે વિધાનસભામાં ધારાસભ્યો અને તેના નેતાની ચીઠ્ઠી જમા કરવામાં આવી છે જેમાં જયંત પાટિલનું નામ છે જ્યારે ભાજપનો દાવો છે કે NCP ધારાસભ્ય દળના નેતા તરીકે અજિત પાટિલની નિયુક્તિ માન્ય છે જ્યારે જયંત પાટિલની અમાન્ય. વ્હિપ જાહેર કરનારા નેતા પાસે વ્હિપ ન માનનારા ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ કરવાનો અધિકાર હશે. વિશેષજ્ઞોનું માનીએ તો આ મામલે જયંત પાટિલનો પક્ષ વધારે મજબૂત અને ભારે દેખાઈ રહ્યું છે.

તો, મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવ રાજેન્દ્ર ભાગવતે કહ્યું છે કે સચિવાલયને એક ચીઠ્ઠી મળી છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જયંત પાટીલ ધારાસભ્ય દળના નેતા છે. પરંતુ આના પર નિર્ણય વિધાનસભાના સ્પીકરે કરવાનો છે. તો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન Congress-NCP અને શિવસેના દ્વારા સ્પીકર બદલવાની માંગ પણ કરવામાં આવી હતી. આના પર ભાજપના નેતા આશીષ શેલારે કહ્યું છે કે, અજિત પવાર પહેલા રાજ્યપાલને પત્ર આપીને સૂચિત કરી ચૂક્યા છે કે એકવાર નહી બે વાર. ત્યારબાદ જ રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. હવે જયંત પાટિલે જે દાવો કર્યો છે તેના પર વિધાનસભા અધ્યક્ષ નિર્ણય લેશે.

 મહારાષ્ટ્રના મહાસંગ્રામનો ઘટનાક્રમ
 • 24 ઓક્ટોબર: વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા विधानसभा चुनाव के नतीजे घोषित
 • 24 ઓક્ટોબર: BJP-105, શિવસેના-56, NCP-54, કોંગ્રેસ-44 સીટ
 • 27 ઓક્ટોબર: શિવસેનાએ ભાજપ સામે 50-50 ફોર્મ્યુલાની માંગ કરી
 • 9-10 નવેમ્બર: સરકાર બનાવવાના આમંત્રણનો ભાજપે ઈનકાર કર્યો
 • 11 નવેમ્બર: શિવસેનાએ દાવો કર્યો, 3 દિવસનો સમય માંગ્યો
 • રાજ્યપાલે શિવસેનાની માંગ ફગાવી, NCP ને આમંત્રણ
 • 12 નવેમ્બર: NCP એ જવાબ આપ્યા પહેલા જ રાષ્ટ્રપતિ શાસન
 • 22 નવેમ્બર: સરકાર ગઠન પર શિવસેના, NCP, કોંગ્રેસની અંતિમ બેઠક
 • 22 નવેમ્બર: શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી જાહેર કર્યા
 • 23 નવેમ્બર: સવારે 5:47 વાગ્યે રાષ્ટ્રપતિ શાસન હટ્યું, ભાજપની સરકાર બની
 • 23 નવેમ્બર: ભાજપને અજિત પવારનો સાથ, અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા
 • 23 નવેમ્બર: સરકાર ગઠન વિરુદ્ધ શિવસેના, કોંગ્રેસ, NCP ની અરજી
 • 24 નવેમ્બર: સુપ્રીમ કોર્ટે સરકાર બનાવવાના દાવા અને આમંત્રણની ચિઠ્ઠી માંગી
 • 25 નવેમ્બર: 80 મીનિટ સુધી તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત