મોદી સરકારનો પ્રથમ 100 દિવસનો પ્લાન તૈયાર! વિશેષ ધ્યાન આ ક્ષેત્રમાં…

નવી દિલ્હી– વડાપ્રધાન મોદીના હાથમાં ફરી એક વખત દેશની કમાન સોંપવામાં આવી છે. હવે મોદી સરકાર 100 દિવસના એજન્ડા પર કામ કરી રહી છે. નીતિ આયોગના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ કુમારે કહ્યું કે, નીતિ આયોગ સરકાર માટે આર્થિક એજન્ડા તૈયાર કરી રહ્યું છે. જેમાં ખાનગી રોકાણ, કૃષિ ઉત્પાદન અને રોજગાર વધારવા પર ભાર મૂકવામાં આવશે.

રાજીવ કુમારે સીએનબીસીને જણાવ્યું કે, દેશના લોકોએ વડાપ્રધાન મોદી પર ફરી એક વખત વિશ્વાસ મુક્યો છે. આ જીત મોદીજીના નેતૃત્વમાં દેશને નવી ઉંચાઈઓ પર લઈ જશે. હવે તેમની બીજી ઈનિંગમાં પણ મોદી સરકાર અર્થવ્યવસ્થાની ગતિને વધુ ઝડપી બનાવવા માટે કેટલાક મહત્વના સુધારાઓ લાગુ કરવાની તૈયારીમાં છે. જેના શરુઆતના 100 દિવસોની અંદરમાં અમલી કરી શકે છે.

વિપક્ષે જે બેરોજગારીનો મુદ્દો બનાવ્યો હતો તેની લોકોએ હવા કાઢી નાખી. વડાપ્રધાને 2014માં નીતિ આયોગની રચના કરી તેમના જ દિશાનિર્દેશ પર અમે કામ કર્યું. આગામી પાંચ વર્ષમાં નીતિ આયોગ દેશના વિકાસમાં મહત્વનો રોલ ભજવશે.

અર્થવ્યવસ્થાની ગતિને જાળવી રાખવાનો સૌથી મોટો પડકાર છે. રાજીવ કુમાર કહે છે કે, ઉદ્યોગ અને એક્સપોર્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે, આગળ જતાં મોટા પ્રમાણમાં રોજગારીની તકો પેદા કરવામાં મદદ કરી શકે છે. ટૂરિઝમ, કન્સ્ટ્રક્શન અને ટેક્સટાઈલ્સ ક્ષેત્ર પર પણ ધ્યાન આપી શકે છે, જે વિપુલ પ્રમાણમાં નવી રોજગારીની તકો ઉભી કરી શકે છે.

એગ્રીકલ્ચર સેક્ટર પર રહેશે ફોક્સ

કૃષિ સેક્ટરમાં કરેલા નવા સુધારાઓનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો છે. એગ્રીકલ્ચરમાં માર્કેટ નોન ફંક્શનલ છે. જેથી કોન્ટ્રાક્ટ ફાર્મિગ, રિસ્ટ્રક્ચરિંગ એસેન્શિયલ કોમોડિટી અને એપીએમસી એક્ટ્સ, ટેક્નોલોજી ઈનફ્લો, ઈ નામસ ટેક્નોલોજીનો પ્રવાહ, બજાર સુધી પહોંચ, કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસિંગની જરૂર છે.

પીએમ એગ્રી બિઝનેસ પર વિશેષ ધ્યાન આપી શકે છે..

સરકાર ખોદકામ, રેલવે, ભારતનેટ અને ઓઈલ ગેસના ક્ષેત્રમાં સુધારાને પ્રોત્સાહન આપી શકે છે. આ તમામ ક્ષેત્રો થકી આગમી દિવસોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.

મત્રાલય 100 દિવસોના એક્શન પ્લાન પર પહેલા પણ કામ કરી ચૂક્યું છે. નીતિ આયોગ પણ આ પ્લાન પર કામ કરી ચૂક્યું છે. પરંતુ અંતિમ નિર્ણય વડાપ્રધાને લેવાનો છે. 100 દિવસનો પ્લાન મુશ્કેલ અને મોટો સુધારાઓને પ્રોત્સાહન આપવા માટે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]