પશ્ચિમ બંગાળમાં સુરક્ષા જવાનોના કેમ્પમાં શૂટઆઉટ, 1 જવાન શહીદ

હાવડાઃ પશ્ચિમ બંગાળના હાવડામાં આજે સેન્ટ્રલ ફોર્સ બેઝ પર શૂટઆઉટની ઘટના ઘટી છે. બાગાન વિસ્તારની આ ઘટનામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે એક અન્ય વ્યક્તિ જખ્મી થયાના પ્રાથમિક સમાચારો સામે આવ્યાં છે. જે અસમ રાઈફલ્સની સાતમી બટાલીયન સાથે સંબંધ ધરાવે છે.

આરોપીની ઓળખ લક્ષ્મીકાંત બર્મન તરીકે થઈ છે, જેણે બે ઈન્સાસ રાઈફલ્સથી 13 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. અત્યારે તે પોલીસ પકડમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો ઘાયલ થયેલા બે જવાનને કોલકત્તાની એક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે તેમાંથી એકની સ્થિતિ નાજૂક છે.

જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ શૂટઆઉટ કયા કારણે થયું. આ સંબંધમાં કોઈપણ પ્રકારની અધિકારિક પુષ્ટિ પણ કરવામાં નથી આવી. પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનીક મીડિયાને જણાવ્યું કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતો. તે સતત રજા માટે અરજી કરતો હતો, જેને ફગાવી દેવામાં આવતી હતી.

હકીકતમાં કેન્દ્રીય સુરક્ષા દળોને લોકસભા ચૂંટણીને ધ્યાને રાખતા હાવડા ક્ષેત્રમાં તહેનાત કરવામાં આવ્યાં છે. ઈલેક્શન ડ્યૂટી અંતર્ગત કેટલાક જવાનોને અહીં કન્યા શાળા પાસે આવેલા કેમ્પમાં તહેનાત કરવામાં આવ્યાં છે, જ્યાં આ ઘટના ઘટી છે. આપને જણાવી દઈએ કે છઠ્ઠા ચરણ અંતર્ગત 6 મેના રોજ મતદાન થવાનું છે, જ્યારે 23 એપ્રિલના રોજ રીઝલ્ટ આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]