ચીન શક્તિશાળી છે તો ભારત પણ કમજોર નથીઃ સેના પ્રમુખ

નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે પ્રેસ કોન્ફન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ચીન શક્તિશાળી દેશ હશે પરંતુ ભારત પણ કમજોર દેશ નથી. તેમણે જણાવ્યું કે ભારત કોઈને પણ પોતાના ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાની મંજૂરી નહીં આપે. આર્મી ચીફે ચીન તરફથી મળનારા પડકારોને પહોંચીવળવા માટે ભારતીય સેનાની રણનીતિ અંગે વાત કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

રાવતે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારત પોતાનું ધ્યાન ઉત્તરી સરહદ તરફ કેન્દ્રિત કરે. તેમણે જણાવ્યું કે આ સાથે જ ચીનની આક્રમકતાને પહોંચી વળવા માટે પણ ભારતીય સૈન્ય સક્ષમ છે. સેના પ્રમુખે ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવા માટે આક્રમક ચીનના પ્રયાસો વચ્ચે જણાવ્યું કે ભારત પોતાના પાડોશીઓને દેશથી દૂર જઈને ચીનની નજીક ન જવા દઈ શકે. તો ડોકલામ મુદ્દે વાત કરતા રાવતે જણાવ્યું કે અમે લોકો સરહદ પર થનારી તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ. કોઈપણ પ્રકારની હલચલ થઈ તો અમે તૈયાર છીએ.

રાવતે આંતકવાદને પહોંચી વળવાને લઈને પાકિસ્તાનને અમેરિકા દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓને લઈને જણાવ્યું કે ભારતે રાહ જોવી પડશે અને અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી ચેતવણીઓની પાકિસ્તાન પર શું અસર થાય છે તે જોવી પડશે. સાથે જ રાવતે જણાવ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ માત્ર ઉપયોગ કરીને ફેંકી દેવાની વસ્તુ છે.