પાકિસ્તાનીઓની સંપત્તિ ખરીદવા ઈચ્છો છો? કેન્દ્ર સરકાર આપી રહી છે તક

નવી દિલ્હી- વર્ષ 1962માં ચીન અને 1965,1971માં પાકિસ્તાન સામે ભારતે કરેલા યુદ્ધ દરમિયાન ચાઈના અને પાકિસ્તાની નાગરિકોની સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી હતી. હવે આ જપ્ત કરેલી સંપત્તિઓને ભારત સરકારે જાહેર ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો છે. દેશમાં આ પ્રકારે જપ્ત કરેલી અંદાજે 9400 સંપત્તિઓ છે જેમની કિંમત 1 લાખ કરોડથી વધું આંકવામાં આવી છે. આ ઉપરાંત સરકાર પાસે દુશ્મનોના 3000 કરોડ રૂપિયાથી વધુના શેર પણ છે.

પાકિસ્તાને પણ ભારતીયોની સંપત્તિ જપ્ત કરી હતી

1968માં આવેલા ધ Enemy પ્રોપર્ટી એક્ટ હેઠળ આ પ્રકારની પ્રોપર્ટીની દેખરેખ થાય છે. આ એક્ટમાં 2017માં સંશોધન કરવામાં આવ્યું હતું, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે, પાકિસ્તાન અને ચીનમાં સ્થાયી થઈ ચૂકેલા એવા લોકોના ઉત્તરાધિકારીઓની ભારતમાં રહેલી આવી કોઈ પણ પ્રોપર્ટી પર તેમનો કોઈ અધિકાર નહીં થાય. પાકિસ્તાને પણ ભારતીયોની માલિકી હક્ક ધરાવતી અને સીઝ કરેલી પ્રોપર્ટીનું વેંચાણ કર્યું હતું. જેમાં પૂર્વ પાકિસ્તાનની સંપત્તિઓનો સમાવેશ થાય છે.  1966માં થયેલા તાશકંદ કરાર મુજબ 1965થી સંબંધિત કોઈ પણ પ્રોપર્ટીને બંન્ને દેશો તેમના મુળ માલિકોને પરત કરવા અંગે વિચાર વિમર્શ કરાશે.

ચીની નાગરિકોની સંપત્તિઓ

ભારતમાં 9280 એવી પ્રોપર્ટીઝ છે જે, પાકિસ્તાનીઓની છે, જ્યારે ચીની નાગરિકોના માલિકીના હક્ક ધરાવતી સંપત્તિઓ મેઘાલયમાં છે. તો બીજી તરફ આ પ્રકારની 29 સંપત્તિઓ પશ્ચિમ બંગાળ અને અસમમાં પણ છે.

શેરોનું વેચાણ

હવે સરકારે જપ્ત કરેલી આ સંપત્તિઓને વેંચવાનો પ્લાન કરી રહી છે. ગત મહિને સરકાર તરફથી એક કમિટીની રચના કરવામાં આવી જેથી 20,323 શેરધારકો ધરાવતી 996 કંપનીઓમાં 6.5 કરોડથી વધુ શેરોનું વેચાણ કરવામાં આવ્યું. આ શેરો કસ્ટોડિયન Enemy પ્રોપર્ટી ફોર ઈન્ડિયા હેઠળ કસ્ટડિમાં હતાં. આ કંપનીઓમાંથી 588 હાલમાં કાર્યરત છે, જ્યારે 139 લિસ્ટેડ છે, બાકીની અન્ય કંપનીઓ અનલિસ્ટેડ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]