વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પદે વિષ્ણુ કોકજેની જીત, પ્રવીણ તોગડિયાને ઝાટકો

ગુરુગ્રામ– વિશ્વ હિન્દુ પરિષદના (VHP) અધ્યક્ષ પદ માટેની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. વીએચપીના અધ્યક્ષપદે વિષ્ણુ કોકજેની જીત થઈ છે, જ્યારે પ્રવીણ તોગડિયા ગ્રુપના રાઘવ રેડ્ડીની હાર થઈ છે. આમ પ્રવીણ તોગડિયાને મોટો ઝાટકો લાગ્યો છે.સાયબર સિટી ગુરુગ્રામમાં વિશ્વ હિન્દુ પરિષદનો (VHP) નવો ઈતિહાસ લખાયો છે. વિશ્વમાં હિન્દુત્વનો પ્રચાર કરનારી સંસ્થા વીએચપીમાં પહેલી જ વાર મતદાન થયું છે. મતદાન સવારે 11 વાગ્યે શરૂ થયું હતું. અને બપોરે અઢી વાગ્યે પુરુ થયું હતું. વીએચપીની સ્થાપના 1964માં થઈ હતી.

વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ચૂંટણી પહેલા કહ્યું હતું કે મને જવાબદારી મળે કે ન મળે, હું તો કેન્સર સર્જન છું, ફરીથી સારવાર શરૂ કરી દઈશ. રામ મંદિર નિર્માણ માટે સંઘર્ષ કરતો રહીશ. જો કે અત્રે નોંધનીય છે કે પ્રવિણ તોગડિયાને કેન્દ્ર સરકાર સામેની ટીકા કરવી ભારે છે. અને આજે તેમને કીમત ચુકવી છે.

ચૂંટણીના પરિણામો પછી નારાજ થયેલા પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે આજે વીએચપીની બેઠકમાં કરોડો હિન્દુઓના અવાજને દબાવવામાં આવ્યો છે. હું 17 એપ્રિલથી અનિશ્વિત મુદત સુધી ઉપવાસ પર બેસીશ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]