નેવીના નવા ચીફ તરીકે વાઈસ એડમિરલ કરમબીરસિંઘની નિયુક્તિ

નવી દિલ્હીઃ ભારતીય સૈન્યની એક મહત્ત્વની પાંખ નેવી માટે સરકાર દ્વારા આગામી પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. વાઈસ એડમિરલ કરમબીરસિંઘ ભારતીય નેવીસ્ટાફના આગામી પ્રમુખ તરીકે નીમાયાં છે. આ માહિતી સંરક્ષણ મંત્રાલયના એક અધિકારી દ્વારા આપવામાં આવી છે. ત્યારે આવો જાણીએ વાઈસ એડમિરલ કરમબીરસિંઘ વિશે..

વાઇસ એડમિરલ કરમબીરસિંઘને નેવી સ્ટાફના આગામી પ્રમુખ નિયુક્ત કર્યા છે. નેવી સ્ટાફના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા 31 મે 2019ના રોજ નિવૃત્ત થઈ રહ્યાં છે. જેને લઈને કરમબીરસિંઘઆ પદ સંભાળશે. વાઇસ એડમિરલ કરમબીરસિંઘ , ઈન્ડિયન નેવીના પૂર્વ નેવી કમાનના હાલ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ છે. તેમણે 31 ઓક્ટોબર 2017ના રોજ આ કાર્યભાર સંભાળ્યો હતો. હરીશ બિષ્ટના સેવાનિવૃત્ત થયા બાદ કરમબીરસિંઘ આ પદ ગ્રહણ કર્યું હતું.
કરમબીરસિંઘને 1980માં ઈન્ડિયન નેવીમાં નિયુક્ત કરવામાં આવ્યા હતાં અને 1982માં હેલિકોપ્ટર પાયલટ બન્યાં હતાં. કરમબીરસિંઘને એચએએલ ચેતક અને કામોવ-25 હેલિકોપ્ટર્સને ઉડાવવાનો વ્યાપક અનુભવ છે.

તેમણે આઈસીજીએસ ચાંદ બીબી, આઈએનએસ વિજયદુર્ગ, આઈએનએસ રાણા અને આઈએનએસ દિલ્હી સહિત અનેક જહાજોની કપ્તાની સંભાળી છે. તેમણે પશ્ચિમી ફ્લીટના સંચાલન અધિકારી તરીકે પણ કર્યું છે. આ ઉપરાંત ચીફ ઓફ સ્ટાફ, પૂર્વી નેવી કમાન, સ્ટાફના પ્રમુખ, અંડમાન અને નિકોબાર કમાન, ફ્લેગ ઓફિસર મહારાષ્ટ્ર અને ગુજરાત ક્ષેત્ર, નેવી હેડક્વાર્ટરમાં સંયુક્ત નિદેશક નેવી વાયુ કર્મચારી, નેવલ એર સ્ટેશન, મુંબઈના કેપ્ટન એર અને ઓફિસર-ચાર્જ રહ્યાં છે.

37 વર્ષોથી વધુની તેમની કારકિર્દી દરમિયાન કરમબીરસિંઘને તેમની સેવા માટે અતિ વિશિષ્ટ સેવાપદક અને પરમ વિશિષ્ટ સેવા પદક (2018)થી પણ સન્માનિત કરવામાં આવ્યાં છે. તેઓ જાલંધર, પંજાબના વતની છે.