નવી દિલ્હી- હિન્દુવાદી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદે (VHP) નિર્ણય કર્યો છે કે, લવ જેહાદ, ધર્માંતરણ અને ગૌહત્યા પર ધ્યાન રાખવા અને ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવા નવા યુવાનોને તેમના સંગઠન સાથે જોડશે. આ યુવાનોને ધર્મ યોદ્ધા તરીકે ઓળખવામાં આવશે.મળતી માહિતી મુજબ VHPના ધર્મ યોદ્ધા જિલ્લા સ્તરે કામ કરી રહેલા લોકો સાથે તાલમેલ બેસાડી એવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેનાથી સામાજિક સદભાવનાને નુકસાન થતું હોય છે. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું કે, ‘ધર્મયોદ્ધા નિયુક્ત કરવાનું ઉદ્દેશ્ય એવા પ્રકારની કેડર તૈયાર કરવાનું છે જે પુરીરીતે સંસ્કૃતિની સુરક્ષા અને સંરક્ષણ માટે સમર્પિત હોય.
વધુમાં તેમણે જણાવ્યું કે, યુવાઓમાં રાષ્ટ્રવાદની ભાવના જગાવવા માટે આ એક યોગ્ય રીત છે. કોઈ ધર્મયોદ્ધાને હિંસાથી જોડીને જોવો જાઈએ નહીં. આ પ્રકારના ધર્મયોદ્ધા સશસ્ત્ર નહીં હોય પણ સતર્ક હશે અને સામાજિક અથવા સાંસ્કૃતિક સદભાવનાને અવરોધનારા સમાજ વિરોધી તત્વોનું ધ્યાન રાખશે અને તેને લોકો સમક્ષ લાવશે.