યૂપીમાં ગાય અને ખેડૂત આમનેસામને, આ છે કારણ…

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં રખડતાં પશુઓની સમસ્યા ગંભીરરુપ ધારણ કરતી જઈ રહી છે. રાજનૈતિક રુપે આની સૌથી વધારે સમસ્યા બીજેપીને ભોગવવી પડી શકે છે. એક તરફ જ્યાં બીજેપી કાર્યકર્તા અને ગૌરક્ષકો બેસહારા ગાયોની સુરક્ષાનો નારો લગાવી રહ્યાં છે તો બીજીતરફ, મોટી સંખ્યામાં ખેડૂતો નોંધારા પશુઓ દ્વારા કરવામાં આવેલા પાકના નુકસાનથી ગુસ્સામાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખેડૂતો રખડતા પશુઓથી પોતાની ખેતી બચાવવા માટે સતત ખેતરની રખેવાળી કરી રહ્યાં છે. તો ઘણી જગ્યાએ એવું પણ બની રહ્યું છે કે ભૂખ અને તરસના કારણે મોટી સંખ્યામાં ગાયો મૃત્યુ પામી રહી છે. ગત વર્ષે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જ 84 નોંધારી ગાયોનું મૃત્યું થયું હતું જ્યારે મોટાપાયે ખેડૂતોના પાકની બરબાદી પણ થઈ હતી.

બેસહારા પશુઓને આશ્રય આપવા માટે યોગી સરકાર ગૌશાળાઓની વ્યવસ્થા કરી રહી છે. પરંતુ જે ગૌશાળાઓને ફંડ આપવામાં આવી રહ્યું છે ત્યાંથી તેમના મૃત્યુના સમાચારો પણ સામે આવે છે. ગત દિવસોમાં અલીગઢમાં જે ગૌશાળાને પ્રશાસને 2.5 લાખ રુપિયા આપ્યા હતા ત્યાં જ 78 ગાયોનું મૃત્યુ થયું હતું. ત્યારે ઉત્તર પ્રદેશના તમામ વિસ્તારોમાં ખેડુતો બેસહારા ગાયો અને બડદથી ખૂબ મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. જો કે સ્થિતીને સમજતા યોગી સરકારે બેસહારા ગાયોની દેખરેખ માટે તત્કાલ ઉપાય નીકાળવા માટે પ્રશાસનને નિર્દેશ આપ્યા છે. પરંતુ કોઈપણ ગતિવિધી કારગર સાબિત નથી થઈ રહી.

ત્યારે સ્થિતી એવી છે કે ખેડુતો અને ગાયો આમને સામને છે અને પ્રદેશ સરકારને આ મુશ્કેલીને દૂર કરવામાં મોટી મુસીબતોનો સામનો કરવો પડે છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર યોગી સરકારની નીતિઓને ખેડુત પોતાના માટે ઘાતક ગણાવી રહ્યા છે. ખેડુતોનું કહેવું છે કે તેમની પાસે ખેતર અને પશુ જ ધન છે. ગૌરક્ષકોનો આતંક એટલી હદે છે કે પશુ વ્યાપારના કામમાં મંદી આવી ગઈ છે. પશુપાલક ગાયોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાથી પણ ખેડુતો ડરી રહ્યા છે.

આના કારણે બજારમાં ગાયોની કીમતોમાં ઘટાડો થયો છે. પહેલા ખેડૂતો ગાયોના વાછરડાને 4,000 રુપિયાથી 5.000 રુપિયામાં વેચતા હતા પરંતુ હવે આ ભાવ નથી મળી રહ્યો. ગાયોની કીંમતોમાં પણ 10,000 થી 15,000નો ઘટાડો નોંધાયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]