દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં શીત લહેરને પગલે ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી સહિતના શહેરોમાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. રાજસ્થાન, પંજાબ, જમ્મુ કશ્મીર અને હરિયાણામાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે અહીં ન્યુનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાન વિભાગે કહ્યું કે, ઉચામાં ઉચું તાપમાન 18 ડિગ્રી નોંધાયું જે સામાન્ય કરતા પાંચ ડિગ્રી ઓછું છે. ઠંડીનો કારણે ગુરુવાર અને શુક્રવારે પાડોશી ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હવામાન વિભાગના અનુમાન અનુસાર ગુરુવારે સવારે શહેરમાં અનેક સ્થળો પર ધુમ્મસ છવાઈ રહેવાની સાથે ઠંડીમાં વધારો થશે. તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. ચંડીગઢમાં ઉંચામાં ઉંચુ તાપમાન 11.3 ડિગ્રી નોંધાયું જે શિમલા કરતા ઓછું હતું. પંજાબ અને હરિયાણામાં નારનૌલ અને ફરીદકોટ ક્રમશ 2.5 ડિગ્રી અને 3.6 ડિગ્રી સેલ્સિયસ સાથો સૌથી ઠંડા રહ્યા. જ્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં રાત્રિનું તાપમાન 1.4 ડિગ્રી નોંધાયું હતું. જમ્મુમાં રાત્રિનું તાપમાન 4.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે.

જમ્મુ કશ્મીર અને લડાખમાં છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનનો પારો ઘણો નીચો છે અને છેલ્લા કેટલાક દિવસોથી ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ સહિત દેશના અન્ય ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીનો દોર ચાલુ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]