રામ મંદિર મુદ્દે UP સરકારે હાથ કર્યા ઉંચા, કહ્યું આ અમારા હાથમાં નથી

લખનૌ- ઉત્તરપ્રદેશ સરકારે રામ મંદિર નિર્માણને લઈને લખનઉ- છેલ્લા કેટલાક વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે અનેક વિવાદો સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે આ મુદ્દે રાજકીય પાર્ટીઓ વચ્ચે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે આ વચ્ચે ઉત્તરપ્રદેશની સરકાર દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, રામ મંદિર મુદ્દે દબાણ કે પ્રભાવની વાત નથી કારણ કે આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે, જેથી અમે આ મુદ્દે કઈ પણ કરી શકતા નથી. રામ મંદિરના નિર્માણ અંગે કઈ કરી શકતા નથી, પરંતુ સરકાર અયોધ્યામાં રામલલાની જન્મભૂમી પર મંદિર જરૂર બનશે, પરંતુ કયારે બનશે તે તારીખ અમારી પાસે નથી. તારીખ કોર્ટના હાથમાં છે તે અમારા હાથમાં નથી.

કેશવ પ્રસાદ મૌર્યએ એવું પણ કહ્યું કે, હવે રામલલાની જન્મભૂમિ પર કોઈ બાબરના નામની બિલ્ડિંગ અને સ્મારક કોઈ બનાવી શકશે નહીં. આ મામલામાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને પણ આડે હાથ લીધી હતી. ડેપ્યૂટી સીએમે કહ્યું કે, હું ચોક્કસ જાણવા માગીશ કે જનોઇધારી રાહુલ ગાંધી અને ભગવાન વિષ્ણુનું મંદિર બનાવવાની જાહેરાત કરનાર અખિલેશ યાદવ આ વિશે શું કહે છે તે હું ચોક્કસ જાણવા માંગીશ.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ચેલમેશ્વરે શુક્રવારે કહ્યું હતું કે, “દેશની સર્વોચ્ચ અદાલતમાં આ મામલો લંબિત હોવાના કારણે સરકારર રામ મંદિરના નિર્માણ માટે કાયદો બનાવી શકે છે”. પૂર્વ જસ્ટિસ ચેલમેશ્વરની લઇ ટિપ્પણી એ સમયે આવી છે જયારે આ મંદિરના નિર્માણ માટેનો રસ્તો સ્પષ્ટ કરવા માટે સંઘ તેમજ વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા કાયદો બનાવવા માટેની માંગ વધતી રહી છે.

મહત્વનું છે કે, આ પહેલા યુપીના નાયબ મુખ્યપ્રધાને રામ મંદિરના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરતા કહ્યું, “મંદિરના નિર્માણ માટે જયારે કોઈ વિકલ્પ બચતો નથી, ત્યારે કેન્દ્ર સરકાર સંસદમાં એક પ્રસ્તાવ લાવી શકે છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “કેન્દ્ર સરકાર આ સંબંધમાં કાયદો લાવી શકે છે જયારે ભાજપ પાસે સંસદના બંને ગૃહોમાં બહુમતી હશે. જયારે આ સ્થિતિ આવશે ત્યારે પ્રસ્તાવ લાવવા માટેનો કોઈ વિક્પ્લ બચશે નહિ અને બંને ગૃહોમાં ભાજપ પાસે પર્યાપ્ત સાંસદો હશે, આ બંને વાત યાદ રાખવી જરૂરી છે”.