સજા ભોગવવાની આવી એટલે સેંગરને રડવું આવ્યું

નવી દિલ્હી: ઉન્નાવ રેપ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ કુલદીપ સિંહ સેંગર કોર્ટરૂમમાં જ રડી પડ્યો હતો. ચુકાદો સાંભળ્યા પછી એ બહેનની પાસે જઈને રડી પડ્યો હતો. તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેંગરને કલમ 120 બી, 363, 366, 376 અને POCSO હેઠળ દોષી ઠેરવ્યો છે.

નાબાલિગ સાથે રેપના કેસમાં સેંગરને આજીવન કેદની સજા થઈ શકે છે.

તીસ હજારી કોર્ટે CBIને પણ ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ કે પીડિતાએ પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે આ કેસને મોડેથી રજિસ્ટર કરાવ્યો. કોર્ટે કહ્યુ કે અમે પીડિતાની મનની વ્યથાને સમજીએ છીએ. કોર્ટે કહ્યુ કે ગેંગરેપ વાળા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવામાં એક વર્ષ કેમ લગાવ્યુ?

હજુ એક જ કેસનો નિર્ણય આવ્યો

આ કેસમાં કુલ 5 FIR નોંધવામાં આવી છે, જેમાંથી એક પર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. બાકીમાં અત્યારે પણ સુનાવણી આ કોર્ટમાં ચાલી રહી છે જેમાં પીડિતાના પિતાની કસ્ટડીમાં મોત થઈ, માર્ગ દુર્ઘટનામાં તેમના પરિવારથી મારવામાં આવેલી બે મહિલા અને પીડિતાની સાથે કરવામાં આવેલા ગેંગરેપ અને તેમના કાકા વિરૂદ્ધ કથિતરીતે ખોટા કેસ નોંધાવવા સાથેના કેસ સામેલ છે.