યોગીને મળવાની જીદ સાથે ધરણાં પર બેઠો ઉન્નાવ પીડિતાનો પરિવાર

કાનપુરઃ ઉન્નાવ બળાત્કાર પીડિતાના પરિવારજનો ન્યાયની માગ સાથે મૃતકની કબર પાસે ધરણાં પર બેસી ગયાં હતાં. પીડિતના પરિવારને રોષ છે કે સીએમ યોગી આદિત્યનાથ તેમને મળવા પણ આવ્યાં નહોતાં. પરિવારે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને મૃતદેહ બહાર કાઢવાની ચેતવણી આપી હતી. ઘટના સથળે પહોંચેલા પોલીસ અને વહીવટી અધિકારીઓએ આક્રોશ વ્યક્ત કરી રહેલાં પરિવારને સમજાવ્યાં હતાં જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લીધા વિના મૃતદેહને બહાર કાઢવાનો ગુનો છે. તેઓને પાછા મોકલી દેવાયાં છે.

સતત ન્યાયની માંગ કરી રહેલા પીડિતાના પરિવારના સભ્યોએ કહ્યું કે તેમને ન્યાય નથી મળી રહ્યો અને ન તો તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરાવી રહ્યાં છે. બુધવારે બપોરે ભોગ બનનારના પરિવારજનો ગામથી 2-3- કિ.મી. દૂર મેદાનની એક કબર પર બેઠા હતાં અને ધરણા કર્યા હતાં. પોલીસે આરોપ લગાવ્યો છે કે પરિવાર કબર ખોદીને મૃતદેહને બહાર કાઢવા માંગતો હતો.

બાતમી મળતાં બિઘાપુર તહસીલના એસડીએમ અને અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયાં હતાં. બિહાર પોલીસ સ્ટેશનના એસએચઓ વિકાસકુમાર પાંડેના કહેવા મુજબ, પીડિતનું પરિવાર મુખ્યમંત્રીને ગામમાં બોલાવવા માંગે છે. પીડિતના પરિવારને સમજાવવામાં આવ્યું હતું કે એકવાર કોઈને ફનાવવામાં આવે છે, તો જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી જ લાશ બહાર કાઢી શકાય છે. આ કાયદાનું ઉલ્લંઘન એ ગુનો છે અને કડક કાર્યવાહી પણ કરી શકાય છે.

બુધવારે પોલીસ અધિકારીઓએ પીડિત પરિવારને નિવેદન નોંધવા સમજાવ્યું છે. જો કે, તેઓ હજી પણ નિવેદન રેકોર્ડ ન કરવા પર મક્કમ છે.

5 ડિસેમ્બરની સવારે, પીડિતાને ગૌરા મોડ ખાતે કથિત રીતે સળગાવી દેવામાં આવી હતી. ત્યાંથી 1 કિમી દૂર રહેતા એક પ્રત્યક્ષદર્શીએ નિવેદન આપ્યું હતું કે તેણે આગથી ઘેરાયેલી પીડિતાને એક ધાબળો આપ્યો હતો. થોડા સમય પછી પોલીસ તેને હોસ્પિટલમાં લઈ ગઈ. બીજી તરફ સુમેરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રભારી ડો.વિનય તોમરના જણાવ્યા મુજબ તેઓ તે દિવસે સવારે ફરજ પર હતાં. પોલીસે તેને એમ્બ્યુલન્સમાં લઇને આવી હતી અને પીડિતા લગભગ નગ્ન હાલતમાં હતી. તેના શરીર પર થોડુંક કપડું ચોંટેલું  હતું અને તેની પાસે કોઈ ધાબળો નહોતો.

તોમરે વધુમાં કહ્યું, ‘તે એટલી બળી ગઈ હતી કે ઈજાઓ જોવા માટે બહુ સમય નહોતો. મારી પ્રાધાન્યતા એ હતી કે પીડિતાને થોડા ઇન્જેક્શનો આપી અને શક્ય તેટલી વહેલી તકે મોટી હોસ્પિટલમાં લઇ જવાય. આ માટે મેં એમ્બ્યુલન્સ બોલાવી હતી પરંતુ નિવેદન લેવાનું હોવાથી એસએચઓએ એમ્બ્યુલન્સ પરત કરી હતી. આ પછી મેં ફરીથી એમ્બ્યુલન્સ બોલાવી પણ એસડીએમેને નિવેદન લેવાનું હતું ફરી એમ્બ્યુલન્સ પરત ગઈ હતી.

પીડિતાની બહેનનો આરોપ છે કે તેની બહેનને પૂછ્યાં અને જાણ કર્યા વિના ઉન્નાવ અને લખનૌ મોકલવામાં આવી હતી. તેની સારી સારવાર આપવામાં આવી ન હતી. તેઓ તેને મારી નાખવા માગતાં હતાં. જે પોલીસ ગાડીમાં પરિવારના સભ્યોને ઉન્નાવ મોકલવામાં આવ્યાં હતાં તે માર્ગમાં જ બગડી ગઈ હતી.જેથી આ પરિવાર 5 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે લખનઉ પહોંચી શક્યો હતો.