કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વાતચીત કરેઃ સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે કાશ્મિર મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કાશ્મીર મુદ્દે સમાધાન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાર્તા સૌથી જરુરી છે. સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં સંવાદદાતા સમ્મેલનમાં ગુતારેસે કહ્યું કે અમારી ક્ષમતા મદદથી સંબંધિત છે અને આ ત્યારે જ લાગૂ થઈ શકે કે જ્યારે સંબંધિત પક્ષ આનો સ્વીકાર કરે.

તેમણે કહ્યું કે, મારો સ્પષ્ટ મત છે કે ક્ષેત્રમાં માનવાધિકારોનું પૂર્ણ રીતે સન્માન થવું જોઈએ અને સમસ્યાના સમાધાન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત સૌથી જરુરી વસ્તુ છે. ભારતનું હંમેશાથી માનવું છે કે કાશ્મીર એક આંતરિક મામલો છે અને મધ્યસ્થતા માટે ત્રીજા પક્ષની કોઈ જરુર નથી પછી ભલે તે સંયુક્ત રાષ્ટ્ર હોય કે અમેરિકા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયોએ ભારત અને પાકિસ્તાન, બંન્નેને સ્થિતિઓ બગડવાની આશંકાને ટાળના ઉદ્દેશ્યછથી વાતચિત દ્વારા કાશ્મીર મુદ્દાનું સમાધાન લાવવાની અપિલ કરી હતી. જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાને લઈને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં બંન્ને દેશોનો વિવાદ ચાલી રહ્યો છે. જિનેવામાં મંગળવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 42મા સત્રમાં ભારતે જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો લેવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો. પાકિસ્તાને આને ગેરકાયદેસર કૃત્ય ગણાવતા વિશ્વ માનવાધિકાર સંગઠન મામલાની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવાની માંગ કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે ગુતારેસે ભારત અને પાકિસ્તાન, બંન્ને દેશોના નેતાઓ સાથે વાત કરી હતી. ગુતારે ગત મહીને ફ્રાંસના બિઆરિત્જમાં જી-7 શિખર સંમ્મેલનથી અલગ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરેશી સાથે પણ તેમણે વાત કરી હતી. ગુતારેસે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધી દ્વારા કાશ્મીર મુદ્દે કરવામાં આવેલા આગ્રહના કારણે તેમની સાથે મુલાકાત કરી હતી. દુજારિકે કહ્યું કે, સાર્વજનિક અને પ્રાઈવેટ રીતે બધા માટે તેમનો એક જ સંદેશ છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ સ્થિતીઓ બગડવાની આશંકાને લઈને ચિંતિત છે. તેમણે બંન્ને દેશો સાથે વાર્તા દ્વારા મુદ્દો સુલજાવવાની અપીલ કરી છે.