જમ્મુ-કાશ્મિરઃ સુરક્ષા દળોએ સોપોરમાં બે આતંકીઓને ઠાર કર્યા

બારામૂલાઃ જમ્મુ-કાશ્મિરના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. અત્યારે આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઉત્તર કાશ્મિરના બારામૂલા જિલ્લામાં સોપોરના બ્રાથ કલા ક્ષેત્રમાં ગઈકાલે સાંજે સુરક્ષા દળોને આતંકીઓ છુપાયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. આ વિગતોના આધારે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું. સેના, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, જમ્મૂ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફે સાંજે એક સંયુક્ત ઓપરેશન કર્યું. ત્યારે આ આ વિસ્તારના રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા અને તમામ ઘરોમાં સર્ચ ઓપરેશન શરુ કરાયું.

જેવા જ સુરક્ષા દળો તે મકાન સુધી પહોંચ્યા કે જ્યાં આતંકવાદીઓ છુપાયા હતા તે સમયે તરત જ આતંકીઓએ ફાયરિંગ શરુ કરી દીધું હતું. સાંજે અંધાધૂંધ ફાયરિંગ બાદ રાત્રે અંધારુ થવાના કારણે સુરક્ષા દળોને ઓપરેશન રોકવું પડ્યું હતું. પરંતુ સવારે ફરીથી બંન્ને બાજુથી ફાયરિંગ શરુ થઈ ગયું. અત્યારે આ ઓપરેશનમાં બે આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે તો સાથે જ મહત્વપૂર્ણ વાત એ છે કે સુરક્ષા દળોને કોઈ હાની પહોંચી નથી.

ઉલ્લેખનીય છે કે ઘાટીમાં સૈન્યના જવાનો સતત આતંક વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. આ વર્ષે કાશ્મીરમાં 235 આતંકવાદીઓ માર્યા ગયા છે જેમાં વધારે આતંકવાદી સ્થાનીય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]