હરિયાણામાં ભૂકંપ આવ્યો, દિલ્હીમાં આંચકો લાગ્યો; તીવ્રતા 4.0

નવી દિલ્હી – હરિયાણાના સોનીપતમાં આજે બપોરે ભૂકંપ આવ્યો હતો. એની ધ્રૂજારી રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી તથા આસપાના વિસ્તારોમાં પણ લાગી હતી.

ભૂકંપનો આંચકો બપોરે 3.37 વાગ્યે લાગ્યો હતો. ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 4.0ની નોંધાઈ હતી.

આ આંચકાને કારણે કોઈ નુકસાન થયાનો હજી સુધી કોઈ અહેવાલ નથી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના સોનીપતમાં હોવાનું માલુમ પડ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]