ટ્રાઈએ નક્કી કર્યો ફોનની રિંગ માટેનો સમય, જાણો વિગતો…

નવી દિલ્હીઃ ટ્રાઈએ કોલની રિંગનો સમય મોબાઈલ માટે 30 સેકન્ડ અને લેન્ડલાઈન માટે 60 સેકન્ડ નક્કી કર્યો છે. ટ્રાઈએ સેવાઓની ગુણવત્તા સંબંધિત સંશોધિત નિયમોમાં આ વ્યવસ્થા કરી છે. ટ્રાઈએ લેન્ડલાઈન અને મોબાઈલ ફોન સેવાઓની ગુણવત્તા સંબંધિત પ્રાવધાનમાં કરેલા સંશોધનમાં કહ્યું કે, આવનારા ફોન કોલનો આન્સર જો તરત જ ન આપવામાં આવે અથવા તો તેને કટ કરવામાં ન આવે તો તો રિંગનો સમય મોબાઈલ સેવાઓ માટે 30 સેકન્ડ તેમજ લેન્ડલાઈન માટે 60 સેકન્ડ હશે. અત્યારસુધી ભારતમાં રિંગિંગ ટાઈમની કોઈ મર્યાદા નક્કી નહોતી.

ટેલિકોમ કંપનીઓ કોલ કનેક્ટ કરવાના રેટથી થનારી ઈનકમનો લાભ ઉઠાવવા માટે પોતે જ રિંગનો સમય ઓછો કરી દેતી હતી, જેથી અન્ય નેટવર્ક વાળા કસ્ટમર તેના નેટવર્ક પર કોલબેક કરે. રિલાયન્સ જિયોએ રિંગિંગનો સમય ઘટાડીને 25 સેકન્ડ કરી દીધો છે.

તો ટેલિકોમ કન્ઝ્યુમરના સંગઠને સરકાર પાસેથી ઈન્ટરકનેક્શન યૂઝેઝ રેટને એક જાન્યુઆરીથી ખતમ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ રેટ સમાજના કમજોર વર્ગને આધુનિક સેવાઓ અને બેસ્ટ એક્સપિરિયન્સથી વંચિત રાખે છે. એક નેટવર્કથી કોઈ બીજા નેટવર્ક પર કોલ કરવા માટે 6 પૈસા ચાર્જ લેવામાં આવે છે. આને જ ઈન્ટરકનેક્શન યૂઝેઝ ચાર્જ કહેવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]