લોકસભાની 4 અને વિધાનસભાની 10 બેઠક પર આજે પેટાચૂંટણી, મતદાન વેગવાન

નવી દિલ્હીઃ દેશના ચાર લોકસભા ક્ષેત્રમાં અને 10 વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાયું છે. સવારથી મતદારો લાઇનમાં લાગી મતદાન કરી રહ્યાં છે.

આજે યુપીની કૈરાના, મહારાષ્ટ્રના પાલઘર અને ગોંદિયા તથા નાગાલેન્ડમાં એમપતિ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઇ છે. જ્યારે યુપીના નૂરપુર વિધાનસભા બેઠક સહિત બ્હાર, ઝારખંડ, કેરળ, મહારાષ્ટ્ર, મેઘાલય, પંજાબ, ઉત્તરાખંડ તથા પશ્ચિમ બંગાળની કુલ મળીને 10 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે.

મતદાનના પ્રથમ કલાકમાં 6થી 10 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

ઉત્તર પ્રદેશના કૈરાના અને નૂરપુરમાં કેટલાક કેન્દ્રમાં ઇવીએમ બગડ્યાં હોવાના કારણે થોડો સમય મતદાનને અસર પડી હતી. જોકે મશીન ઠીક કરાતાં ફરી મતદાન ઝડપી બન્યું હતું.

આ ચૂંટણીનું પરિણામ 31મીમેએ આવનાર છે. આ પેટાચૂંટણીમાં લોકસભા ચૂંટણી પહેલાંના ટ્રેન્ડ કેવા છે તેના પર રાજકીય પક્ષોની બાજનજર છે. જે ખાસ કરીને ઉત્તરપ્રદેશ જ્યાં સૌથી વધુ લોકસભા બેઠકો છે તેના પર છે.