ઉબર કેબમાં સફર કરવા માટે પાળવા પડશે આ 9 નિયમ

નવી દિલ્હીઃ એપ બેઝ્ડ કેબ સર્વિસીઝ આપનારી ઉબર કંપનીએ કોરોના વાયરસ મહામારીના પ્રકોપને રોકવા માટે યાત્રીઓ અને ચાલકો માટે માસ્ક પહેરવાનું અનિવાર્ય બનાવી દીધું છે. આ સાથે જ ઉબરે યાત્રીઓ અને ડ્રાઈવરની સુરક્ષા માટે પણ કેટલાય ઉપાય કર્યા છે. ઉબરના ગ્લોબલ સીનિયર ડાયરેક્ટર સચિન કંસલે જણાવ્યું કે, એપમાં લોગઈન કરતા સમયે ડ્રાઈવરને પોતાના ચહેરા પર માસ્ક પહેરીને એપમાં પોતાનો એક સેલ્ફી ફોટો પાડવાનો રહેશે. ત્યારે જ તે લોગઈન કરી શકશે. ડ્રાઈવરે એ પુષ્ટી કરવી પડશે કે, તેણે માસ્ક પહેર્યું છે, તેનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી. તે દરેક ટ્રીપ બાદ કારને સેનેટાઈઝ કરશે અને નિયમિત રુપથી પોતાના હાથ સાફ કરતો રહેશે. જો ડ્રાઈવર આ નિયમોનું પાલન નહી કરે તો તેને હટાવી દેવામાં આવશે.

  • જ્યારે કોઈ યાત્રી કેબ બુક કરશે, તો તેની સામે પણ નવી ગાઈડલાઈન્સનું પેજ ખુલશે. આમાં યાત્રા દરમિયાન સંક્રમણથી બચવા માટે ટિપ્સ જણાવવામાં આવશે.
  • રાઈડરે માસ્ક પહેરવાનું રહેશે.
  • ગાડીમાં બેસતા પહેલા યાત્રીએ પોતાના હાથ સાફ કરવાના રહેશે.
  • ગાડીમાં એ માત્ર પાછળની સીટ પર બેસી શકશે.
  • ડ્રાઈવર ઉપરાંત માત્ર બે જ જણ યાત્રા કરી શકશે
  • યાત્રીઓએ પોતાનો લગેજ જાતે જ લઈને બેસવાનું રહેશે
  • એસીને માત્ર ફ્રેશ એર મોડમાં જ ઉપયોગ કરી શકાશે અથવા એસીનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવશે
  • આ નિયમોનું પાલન કરવાની પુષ્ટી બાદ જ રાઈડર કોઈ ટ્રીપ બુક કરી શકશે.
  • ટ્રીપ બુક થયા બાદ જો ડ્રાઈવર અથવા રાઈડર માસ્ક કાઢી નાખે તો બંન્નેમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ટ્રીપ કેન્સલ કરી શકે છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]