J&K: પુલવામામાંથી આતંકીઓના મદદગાર ઝડપાયા, સર્ચ ઓપરેશન શરુ

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરના પુલવામા સેક્ટરના અવંતપુરા ગામમાંથી સુરક્ષા દળોએ આતંકવાદીઓને મદદ કરનારા ત્રણ શખ્શોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં ત્રણેય લોકો આ વિસ્તારમાં સેના અથવા પોલીસ દ્વારા કરવામાં આવતી તમામ ગતિવિધિઓની માહિતી આતંકવાદીઓ સુધી પહોંચાડતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરીને પોલીસ તેમના નેટવર્ક શોધવાનો પ્રયાસ કરી રહી છે.મળતી માહિતી અનુસાર પોલીસ અને સુરક્ષા દળોને જાણકારી મળી હતી કે, પુલવામાના અવંતપુરા ગામમાં કેટલાંક લોકો આતંકવાદીઓને મદદ કરે છે. આ બધા લોકો ભારતીય સુરક્ષા દળની પ્રવૃત્તિઓથી આતંકવાદીઓને માહિતગાર કરતા હતા, સાથે જ આતંકવાદીઓને અનેક વખત આશ્રય આપવાનું કામ પણ કરતા હતા.

ભારતીય સેનાને મળેલી બાતમીના આધારે પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અને અવંતપુરા ગામમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. અને સમગ્ર નેટવર્ક અંગે તપાસ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.