મહિને 1500 રુપિયા કમાતી મહિલા બની સીઝનની બીજી કરોડપતિ…

મુંબઈઃ “કોન બનેગા કરોડપતિ”માં ઈતિહાસ રચાઈ ગયો. મહારાષ્ટ્રની બબીતા તાડે કે જેઓનો એક મહિનાનો પગાર માત્ર 1500 રુપિયા છે. આ મહિલાએ “કોન બનેગા કરોડપતિ” માં 1 કરોડ રુપિયા જીતી લીધા છે. બબીતા મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના આ શોમાં સીઝનની બીજી કરોડપતિ બની ગઈ છે.
બબીતાએ એક કરોડના પ્રશ્ન માટે એક્સપર્ટની સલાહ લીધી હતી. બબીતા 7 કરોડ રુપિયાના પ્રશ્ન પર મુંઝવણમાં મુકાયા હતા અને ગેમ છોડવાનો નિર્ણય લીધો હતો. જો કે તેમના 7 કરોડ રુપિયાના પ્રશ્નનો જે જવાબ તેમના મગજમાં હતો, તે ખરેખર સાચો જવાબ હતો.

બબીતાએ જણાવ્યું કે તે મહારાષ્ટ્રની અમરાવતી શાળામાં મિડ ડે મિલ બનાવે છે. આ કામ માટે તેમને મહીને 1500 રુપિયા પગાર મળે છે. બબીતા રોજ આશરે 450 બાળકો માટે ભોજન બનાવે છે.

અમિતાભ બચ્ચને બબીતાને 1 કરોડ રુપિયાનો પ્રશ્ન પૂછ્યો હતો, પ્રશ્ન હતોઃ મુગલ શાસક બહાદુર શાહ ઝફરના કયા દરબારી કવિએ દાસ્તાન-એ-ગદર લખી, જેમાં તેમણે 1857 ના વિદ્રોહના પોતાના અનુભવ મામલે લખ્યું છે?

બબીતાએ આ પ્રશ્નનો જવાબ આપવા માટે લાઈફલાઈનની મદદ લીધી. તેમણે એક્સપર્ટ શ્વેતાની મદદ લીધી અને તેમણે આપેલા જવાબને “ફાઈનલ આન્સર” તરીકે પસંદ કર્યો. આને સાચો જવાબ હતો “ઝહીર દેહલવી”. આ સાથે જ બબીતા 1 કરોડ રુપિયા જીતવામાં સફળ થઈ.

7 કરોડ વાળો પ્રશ્ન ખૂબ અઘરો કહી શકાય તેવો નહોતો, પરંતુ બબીતાએ આ પ્રશ્નના જવાબ માટે શ્યોર નહોતી અને તેમણે ગેમ છોડવાનું યોગ્ય સમજ્યું. અમિતાભ બચ્ચને જ્યારે પૂછ્યું કે આમાંથી કયા રાજ્યના સૌથી વધારે રાજ્યપાલ આગળજતા દેશના રાષ્ટ્રપતિ બન્યા?

હકીકતમાં બબીતા આનો સાચો જવાબ જાણતી હતી, પરંતુ તેમણે ગેમ છોડવાનું વધારે યોગ્ય સમજ્યું અને પ્રશ્નનો જવાબ હતો, બિહાર.