સોફ્ટવેર કંપનીમાં કામ કરતો આ બાર વર્ષનો સિધ્ધાર્થ કોણ છે?

હૈદરાબાદઃ 12 વર્ષનો એક બાળક હૈદરાબાદની સોફટવેર કંપનીમાં ડેટા સાયન્ટિસ્ટની નોકરી પર રાખવામાં આવ્યો છે. ત્યાર પછી આ બાળક ચર્ચાનો વિષય બન્યો છે. અત્રે નોંધનીય છે કે સિદ્ધાર્થ શ્રીવાસ્તવ પિલ્લી સાતમાં ધોરણનો વિદ્યાર્થી છે અને તે ચૈતન્ય સ્કૂલમાં ભણી રહ્યો છે.

તેને હૈદરાબાદની સોફટવેર કંપની મોન્ટેનકે સ્માર્ટ બિઝનેસ સોલ્યૂશન્સમાં ડેટા સોફટવેરની પોઝીશન પર રાખવામાં આવ્યો છે. એએનઆઈ સાથે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે હું 12 વર્ષનો છું અને હું મોન્ટેનકે સ્માર્ટ સોફટવેર કંપનીમાં ડેટા સાયન્ટિસ્ટનું કામ કરી રહ્યો છું. હું શ્રી ચૈતન્ય ટેકનો સ્કૂલમાં 7માં ધોરણમાં અભ્યાસ કરું છું. અને આ સોફટવેરનો હિસ્સો બનવા માટે મારા માટે સૌથી મોટી પ્રેરણા તન્મય બક્ષી છે. તેમણે ગૂગલમાં નાની ઉંમરમાં કામ શરૂ કર્યું હતું. અને તેઓએ દુનિયાને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્રાંતિ કેટલી સુંદર છે.

સિદ્ધાર્થે આગળ કહ્યું કે હું મારા પિતાનો અભાર વ્યક્ત કરું છું, કારણ કે તેમણે મને નાની ઉંમરમાં આટલી મદદ કરી અને મને કોડિંગ કરવાનું શિખવાડ્યું છે. જે વ્યક્તિએ મને આટલી નાની ઉંમરમા નોકરી અપાવવામાં મદદ કરી તે મારા પિતા છે. તેમણે મને કોડિંગ શિખવાડ્યું છે અને હું આજે કાંઈ છું તે તેમના કારણે જ છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]