ફડણવીસ એકલા નથી, ઓછા સમય માટે મુખ્યમંત્રી રહેનારાઓમાં આ લોકો ય છે…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં જે રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે તેનાથી સહુકોઈ પરિચિત છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બીજીવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા અને તેના ચાર જ દિવસમાં તેમણે રાજીનામું આપી દીધું. ત્યારે આવો જાણીએ કે ભારતના રાજકીય ઈતિહાસમાં કયા નેતાઓ એવા છે કે જેઓ સૌથી ઓછા સમય માટે મુખ્યમંત્રી રહ્યા છે.

  • જગદંબિકા પાલઃ 1998 માં પાલ 21 થી 23 (44 કલાક) ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા. 

 

 

 

 

 

  • બી.એસ. યેદીયુરપ્પાઃ વર્ષ 2018 માં યેદી યુરપ્પા 17-19 મે (55 કલાક) સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા હતા.

 

 

 

 

 

  • દેવેન્દ્ર ફડણવીસઃ મહારાષ્ટ્રમાં ચાલેલા રાજનૈતિક ડ્રામા બાદ 23 નવેમ્બર 2019 ના રોજ સવારે તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અને આજે ચાર દિવસમાં તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. ફડણવીસ 23 થી 26 નવેમ્બર 2019 (80 કલાક) માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા.

 

 

 

 

 

  • ઓમપ્રકાશ ચૌટાલાઃ વર્ષ 1990 માં ઓમપ્રકાશ ચૌટાલા 12 થી 17 જુલાઈ સુધી હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા હતા.

 

 

 

 

 

  • નીતિશ કુમારઃ વર્ષ 2000 માં નીતિશ કુમાર 03 થી 10 માર્ચ 2000 સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા.

 

 

 

 

 

  • બી.એસ. યેદી યુરપ્પાઃ  વર્ષ 2007 માં યેદીયુરપ્પા 12 નવેમ્બરના રોજ ફરીથી કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા અને 19 નવેમ્બર 2007 ના રોજ તેમણે રાજીનામું આપી દીધું. 

 

 

 

 

  • એસ.સી.મારાકઃ વર્ષ 1998 માં મારાક 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી મેઘાલયના મુખ્યમંત્રી રહ્યા હતા.