ભારત અને ફ્રાન્સ વચ્ચે 14 સમજૂતીઓ, અમારી દોસ્તી સદીઓ પુરાણીઃ મોદી

નવી દિલ્હી– ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુલ મેક્રોન અને પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે 14 દ્વિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. હૈદરાબાદ હાઉસમાં આ મુલાકાત પછી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી, પીએમ મોદીએ કહ્યું હતું કે અમે બન્ને ફક્ત બે લોકતંત્રોના નેતા નહીં, પણ અમે બે સમૃદ્ધ અને સમર્થ વિરાસતોના ઉત્તરાધિકારી પણ છીએ, પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા એકલા ફ્રાન્સનું મૂલ્ય નથી, પરંતુ તે ભારતના બંધારણમાં પણ સામેલ છે.મોદીએ જણાવ્યું હતું કે અમારી રણનીતિક સમજૂતી ભલે 20 વર્ષ જૂની હોય પણ અમારી સભ્યતાઓનો સહયોગ સદીઓ લાંબો છે. 18મી સદીથી લઈને આજ સુધી પંચતંત્રની વાર્તાઓ, મહાભારત અને રામાયણ દ્વારા ફ્રાન્સીસ વિચારકોએ ભારતને ધારીને જોયું છે. રોમ્યાં રોલા, વિક્ટર હ્યુગો જેવા લોકોએ ભારતનો ગહન અભ્યાસ કર્યો છે.ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુલ મેક્રોને કહ્યું હતું કે ફ્રાન્સ ભારત સાથે સૌથી વધુ ગાઢ સંબધો ધરાવતો દેશ રહ્યો છે, અને યુરોપમાં ભારતના પ્રવેશનું બિંદુ હોવું જોઈએ. મેક્રોને કહ્યું કે અમારો પહેલો ઉદેશ્ય રક્ષા, અનુસંધાન અને વિજ્ઞાન, વિશેષ રુપમાં યુવા, ઉચ્ચ શિક્ષા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સની રણનીતિક સંબધોનો નવો યુગ શરૂ થાય. એ મહત્વપૂર્ણ છે કે આતંકવાદના સંદર્ભમાં બન્ને દેશોની વચ્ચે કેટલાય સામાન્ય પડકારો અને જોખમ છે.

પીએમ મોદીએ સયુંક્ત નિવેદન જાહેર કર્યું હતુ જે મુજબઃ

  • રક્ષા ક્ષેત્રમાં સંબધો વધુ સારા છે અને ફ્રાન્સને સૌથી વધુ ગાઢ મિત્ર માને છે
  • ભારતની ડિગ્રી હવે ફ્રાન્સમાં પણ માન્ય ગણાશે
  • બન્ને દેશોએ જોઈન્ટ સ્ટ્રેટેજિક વિઝન પર સહી કરી
  • ગોપનીય જાણકારી લીક ન કરવા માટે બન્ને દેશો વચ્ચે સમજૂતી થઈ
  • ડીફેન્સમાં ફ્રાન્સના મેઈક ઈન ઈન્ડિયાના સંકલ્પને અમે આવકારીએ છીએ
  • અમે માનીએ છીએ કે અમારા ઉજ્જવળ સંબધો માટે આમ લોકોની વચ્ચે વધુ સારા સંબધો સૌથી વધુ મહત્વના છે, અને તેને આગળ લઈ જઈશું
  • જમીનથી આકાશ સુધી એવો કોઈ વિષય નહી હોય કે જેના પર અમે સાથે મળીને કામ ન કરી રહ્યા હોઈએ
  • આફ્રિકી દેશો કરતાં ભારત અને ફ્રાન્સના સંબધો વધુ બહેતર રહ્યા છે, આ પણ બન્ને દેશો વચ્ચેના સંબધોનું અહમ બિન્દુ છે.
  • કાલે હું અને મેક્રોન ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં સામેલ થઈશું, જેમાં કેટલાક રાષ્ટ્રના અધ્યક્ષો પણ ઉપસ્થિત રહેશે.