સરહદ પર ભારતની જવાબી કાર્યવાહી, પાકિસ્તાનના 5 સૈનિકો ઠાર

રાજૌરી- જમ્મુકશ્મીર સરહદ પર ભારતીય સેના દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જમ્મુ સરહદના રાજૌરી વિસ્તારની પેલે પાર ગોળીબાર દરમિયાન અંદાજે પાંચ પાકિસ્તાની જવાનોના મોત થયા છે. પાકિસ્તાનના ફાયરિંગના વળતા જવાબમાં ભારતે ફાયરિંગ કર્યું હતું, જેમાં પાકિસ્તાની પાંચ સૈનિકોને ગોળી વાગી હતી.

રાજૌરી અને પૂંછ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી સતત ગોળીબાર ચાલુ છે. તે વચ્ચે ભારતે પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. જેમાં તેમના જવાનને ઢાળી દેવામાં આવ્યા છે. સુત્રોના કહેવા પ્રમાણે દેવા ગામની આજુબાજુ પાકિસ્તાનના સૈનિકો માર્યા ગયા છે. તે ઉપરાંત પાકિસ્તાનની કેટલીક પોસ્ટ પણ તબાહ કરી દેવાઈ છે. નોંધનીય છે કે પાકિસ્તાને તેમના વિસ્તારમાં NLI Unit તહેનાત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સરહદ પર પાકિસ્તાન પોતાની હરકતો કરી રહ્યું છે. સરહદ દ્વારા ગોળીબાર કરીને આતંકવાદીઓની ધૂસપેઠ કરાવી રહ્યું છે. પણ હવે ભારત પાકિસ્તાનને તેમની ભાષામાં જવાબ આપી રહ્યું છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]