ઈન્ડિયન આર્મીમાં રહ્યા બાદ “સુપર મોડલ” બન્યા આ ઓફિસર…

નવી દિલ્હીઃ સામાન્ય રીતે લોકોને લાગે છે કે મોડલિંગ માત્ર અમુક ઉંમર સુધી જ કરી શકાય છે. કારણ કે ફૈશન વીક દરમિયાન માત્ર દુબળા-પાતળા, સ્કિની અને જવાન મોડલ્સ જ જોવા મળે છે. લાખોની કીંમતના કપડા બનાવનારા ડિઝાઈનર્સ પણ માત્ર જવાન મોડલ્સને પોતાના ડિઝાઈનર કપડા પહેરાવીને રેંપ વોક કરાવે છે. પરંતુ એક ઈન્ડિયન આર્મી ઓફિસર આ દ્રષ્ટીકોણને છોડીને 47 વર્ષની ઉંમરમાં રેંપ વોક કરી રહ્યા છે.

નિતિન મહેતાએ ઈન્ડિયન આર્મીમાં રહીને 21 વર્ષ સુધી દેશની સેવા કરી અને હવે આ મોડલિંગ કરે છે. પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં નિતિન મહેતાએ લખ્યું કે, 21 વર્ષ ઈન્ડિયન આર્મીમાં પોતાની સેવા આપ્યા બાદ 20 મે 2016ના રોજ મેં યૂનિફોર્મ છોડી દીધો. લાઈફમાં કંઈક નવું પસંદ કર્યું. હું છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પરિવાર અને બાળકોના સપોર્ટથી એક નવું જીવન જીવી રહ્યો છે. આ ત્રણ વર્ષોમાં મને આગળ વધારનારા લોકોનો આભાર.

નીતિન પહેતા પહેલા ભારતીય સેનામાં ક્લિન શેવમાં રહેતા હતા. તો હવે તેમના મોઢા પર ગ્રે બિયર્ડ સાથે સુપર કુલ અંદાજમાં રેમ્પ વોક કરે છે. આટલું જ નહી, નીતિન મહેલા બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે પણ કામ કરી ચૂક્યા છે. તેમણે જ્વેલરી બ્રાંડ તનિષ્કની એડમાં દીપિકા સાથે તેમણે કામ કર્યું. આ સાથે જ નીતિન મહેલા ઘણી અન્ય બ્રાંડ્સ માટે પણ મોડલ તરીકે કામ કરે છે.

47 વર્ષમાં પોતાને ફિટ રાખવા માટે તેઓ કયા પ્રકારના વ્યાયામ કરે છે, તેનો વીડિયો પણ તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે. અહીંયા પ્રસ્તુત ફોટોગ્રાફ્સમાં નીતિન મહેતાની રોયલ લાઈફ દેખાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]