ઓગસ્ટમાં પીક પર પહોંચ્યા બાદ ખતમ થશે કોરોનાની અસરઃ સંશોધન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની અસર આ વર્ષના અંત સુધીમાં ખતમ થાય તેવી ધારણા છે. એચએનબી ગઢવાલ કેન્દ્રીય વિવિના એસઆરટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટે એસઆઈઆર મોડલની મદદથી એકત્ર કરવામાં આવેલા આંકડાઓનું વિશ્લેષણ કર્યા બાદ ઓગસ્ટમાં કોરોના વાયરસ પીક પર પહોંચ્યા બાદ તેની અસર ઓછી થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એચએનબી ગઢવાલ કેન્દ્રીય વિવિના એસઆરટી પરિસર બાદ શાહીથૌલના પૂર્વ ડાયરેક્ટર અને ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર આરસી રમોલાએ સસેપ્ટેબલ-ઈન્ફેક્ટેડ-રિકવર્ડ મોડલનો ઉપયોગ કરીને કોરોના વાયરસ મહામારી પર એક શોધ કરી છે.

એસઆઈઆર મોડલની મદદથી કોરોના વાયરસનો સંક્રમણ દર, મૃત્યુના આંકડાઓ અને સજા થયેલા દર્દીઓના આંકડાઓનું અધ્યયન કર્યું છે. શોધપત્રને રિસર્ચગેટના કોવિડ-19 રિસર્ચને વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું છે.

સંશોધનમાં કોરોના વાયરસ સંક્રમણના 30 જાન્યુઆરીના રોજ મળેલા પહેલા કેસથી લઈને લોકડાઉનના સમયમાં 20 મે સુધીના આંકડા લેવામાં આવ્યા છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોરોના સંક્રમિતોની સંખ્યા પીક પર પહોંચ્યા બાદ ઓછી થવા લાગશે. સંશોધનના રિચર્સના આધાર પર દેશભરમાંથી ડિસેમ્બરના અંત સુધી કોવિડ-19 ની અસર ખતમ થાય તેવું અનુમાન છે.

આ અધ્યયનમાં એપણ કહેવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં આંકડાઓનું સ્વરુપ પણ બદલાઈ શકે છે જેનાથી કોરોના વાયરસ ચરમ પર પહોંચવાની અને ખતમ થવાના અનુમાનિત સમયમાં પણ બદલાવ થઈ શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]